સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત, આ દિગ્ગજોને પડતા મુકાયા

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર-મી.રીપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

ગુજરાતમાં ૬ મહાનગરપાલિકા સહીત  નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં યોજાનારી  ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરીને જુના દિગ્ગજોને પડતા મુક્યા છે. જેમાં  ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી, મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકાયા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, આર.સી ફળદુનો સમાવેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશમંત્રી અને એક ખજાનચી અને એક સહખજાનચીની નિમણૂંક કરવામાં આવી છે. આ સંગઠનમાં 6 મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠનના માળખામાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમમાં કોનો થયો સમાવેશ ?

ક્રમ નામ જવાબદારી
1  સી.આર પાટીલ પ્રદેશ                                                    પ્રમુખ
2  વિજય રૂપાણી                                                                મુખ્યમંત્રી
3  નીતિન પટેલ                                                                    નાયબ મુખ્યમંત્રી
4  પુરૂષોત્તમ રૂપાલા                                                         સભ્ય
5  આર.સી ફળદુ                                                                 સભ્ય
6  સુરેન્દ્ર પટેલ                                                                      સભ્ય
7  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા                                                     સભ્ય
8  જસવંતસિંહ ભાભોર                                                     સભ્ય
9  ભીખુભાઇ દલસાણીયા                                                સભ્ય
10  રાજેશભાઇ ચૂડાસમા                                                 સભ્ય
11  કાનાજી ઠાકોર                                                             સભ્ય
12  ડૉ. કિરીટભાઇ સોલંકી                                              સભ્ય
13   પ્રદેશ-પ્રમુખ મહિલા મોરચો                                    સભ્ય

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.