દેશમાં મેડીકલ ક્ષેત્રમાં રીસર્ચ માટે પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે, તે વાત સત્યથી ખુબ વેગળી છે : ડો. માલિની લાલોરયા

Spread the love

નવરચના યુનિવર્સીટીમાં ” રીપ્રોડકશન અને એન્ડોક્રીનોલોજી ” વિષય પર ચાર દિવસની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ૫૦ જેટલા વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિકો અને રીસર્ચર ભાગ લઇ રહ્યા છે : શ્રીમતી તેજલ અમીન

વડોદરા, મિ.રિપોર્ટર,  ૧૮મી જાન્યુઆરી. 

દેશમાં મેડીકલ ક્ષેત્રમાં રીસર્ચ માટે પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે, તે વાત સત્યથી ખુબ જ વેગળી છે.  ઘરમાં કે શહેરમાં સચવાતા પ્રાણીઓ કરતા વધુ સારી રીતે લેબોરેટરીમાં પ્રાણીઓને રાખવામાં આવે છે. આજના યુગમાં આરોગ્ય અને કેટલાક જડમૂળ રોગોને દુર કરવા માટેની દવા શોધવા માટે સંશોધન નહિ કરાયા તો આરોગ્યનું ધોરણ સુધારી નહિ શકાય એમ રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી, ત્રિવેન્દ્રમ ખાતેના રીસર્ચ પ્રોફેસર ડો. માલિની લાલોરયાએ નવરચના યુનિવર્સીટીમાં ” રીપ્રોડકશન અને એન્ડોક્રીનોલોજી ” વિષય પર આજથી શરુ થયેલી ચાર દિવસની  આંતરરાષ્ટ્રીય પરિષદ સંદર્ભે યોજાયેલી પ્રેસકોન્ફરન્સમાં જણાવી હતી.

નવરચના યુનિવર્સીટી ખાતે ” રીપ્રોડકશન અને એન્ડોક્રીનોલોજી ” વિષય પર આજથી શરુ થયેલી ચાર દિવસની  આંતરરાષ્ટ્રીય પરિષદ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નવરચના યુનિવર્સીટીના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રીપ્રોડકશન અને એન્ડોક્રીનોલોજી ” વિષય પર ચાર દિવસની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ૫૦ જેટલા વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિકો અને રીસર્ચર ભાગ લઇ રહ્યા છે. ૭ દેશોના ૨૫૦થી વધુ ડેલીગેટ્સ પણ ભાગ લઇ રહ્યા છે. ચાર દિવસમાં ટેકનોલોજી અને મેડીકલ ક્ષેત્રના રીસર્ચ પર ચર્ચા થશે તેમજ વિવિધ નિષ્ણાતો પેપર રજુ કરશે. જેનો અહેવાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અપાશે…વધુમાં તેમણે શું કહ્યું તે માટે…જુઓ…નીચેનો વિડીયો…..

જો તમને અમારી  પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમને અમારી Youtube પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.