Zomatoને આપેલો ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થયેલા ડિલિવરી બોય, મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું..જુઓ વિડીયો…

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ – બેંગ્લુરુ, મી.રિપોર્ટર, 10મી માર્ચ. 

કોરોના બાદ લોકોના ધૈર્ય અને સહન શક્તિમાં ભારે ચેન્જ આવ્યો છે. લોકોની સહન શક્તિ ઘટી રહી છે, સામાન્ય વાતમાં પણ ગુસ્સે થઇ રહ્યા છે અને મારામારી કરવા પર  ઉતરી પડ્યા છે. તાજેતરમાં જ આવી એક ઘટના બેંગ્લુરુમાં વર્કિંગ વુમન સાથે બની છે.તેણે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ઓર્ડર કર્યો હતો અને પછી તેની સાથે જે ઘટના બની હતી એ ઘણી આશ્ચર્યજનક હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બેંગ્લુરુની હિતેશા ચંદ્રની કન્ટેન્ટ ક્રિએટર અને મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ઝોમેટો ઉપર ફૂડ ઓર્ડર કર્યું હતું. હકીકતમાં ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો. 

પરંતુ જ્યારે મહિલાએ અડધો દરવાજો ખોલીને જ ડિલિવરી બોયને ઓર્ડર લેવાનો ઈનકાર કરી દીધો હતો, એને કારણે ડિલિવરી બોય ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો અને પછી તેણે ઘરની અંદર ઘૂસીને ખાવાનું મૂકી દીધું હતું. મહિલાએ જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે તેના પર ગુસ્સો કર્યો અને કહ્યું કે શું તે તેનો નોકર છે, આવું કહીને ડિલિવરી બોયે મહિલાના મોઢા પર એક મુક્કો મારી દીધો હતો. મહિલાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. નાકનું હાડકું તૂટી ગયું હતું. નાકનું હાડકું તૂટી જવાના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે અને ઓપરેશન કરવું પડશે.

પીડિત હિતેશા ચંદ્રની એ  વીડિયા બનાવીને આ ઘટના વિશે બધાને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. મહિલાએ વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. મહિલાએ કહ્યું હતું, ત્યાર પછી ડિલિવરી બોય ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને કોઈએ પણ મારી મદદ ના કરી. આ ઘટનાથી હું ખૂબ ડરી ગઈ હતી. ત્યાર પછી હું હોસ્પિટલ ગઈ અને મેં મારી સારવાર કરાવી. મારી વર્તમાન સ્થિતિ વાત કરવા જેવી પણ નથી. વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે બેંગ્લુરુ પોલીસે મારી મદદ કરી અને મને ઝડપથી આરોપીને પકડવાનું આશ્વાસન આપ્યું છે. 

તો ભારે વિવાદ બાદ ​​ઝોમેટોએ સ્પષ્ટા પણ કરી છે. કંપનીએ કહ્યું હતું કે આ ઘટના માટે અમે માફી માગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ કે મેડિકલમાં જે પણ સહયોગની જરૂર હશે એ કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આરોપીની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.