મહાશિવરાત્રિએ અંગારકયોગ : ચંદ્ર રાશિ પ્રમાણે જાણો 12 રાશિઓ પર અંગારકયોગની અસર કેવી રહેશે ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ – મી.રિપોર્ટર, 10મી માર્ચ. 

દેશનામાં મહાશિવરાત્રિએ અંગારકયોગ બને છે. મહાશિવરાત્રિએ ચંદ્ર રાશિ પ્રમાણે જાણો 12 રાશિઓ પર અંગારકયોગની અસર કેવી રહેશે ? જુદી જુદી 12 રાશિઓ પર થનારી અસરો અને તે માટે નાસચૉટ ઉપાય નીચે આપ્યા છે. જે કરવાથી ઉત્તમ ફળ મળશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મેષઃ- ભાગ્યનો સાથ મળશે. પિતાના સહયોગથી કોઇ મોટી સફળતા મળી શકે છે. કામ વધારે રહેશે. દુશ્મનો પરાજિત કરી શકશો

ઉપાય – શિવરાત્રિએ કાચા દૂધ અને દહીંથી શિવલિંગને સ્નાન કરાવવું. ધતૂરો ચઢાવવો. કપૂર પ્રગટાવીને આરતી કરો.

વૃષભઃ- આ લોકોને સમયનો અભાવ રહેશે. વિચારેલાં કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે નહીં. પરિવારની મદદ લેવી પડશે. સાવધાન રહીને કામ કરવું.

ઉપાય- શિવલિંગનો અભિષેક શેરડીના રસથી કરો. શિવજીને મોગરાનું અત્તર અર્પણ કરો. ભોગ ધરાવીને આરતી કરો.

મિથુનઃ- સુખ મળશે. મોટી સફળતા સાથે જ માન-સન્માન મળી શકશે. સમજી-વિચારીને કરેલાં કામ સમયે પૂર્ણ થઇ જશે.

ઉપાય- શિવરાત્રિએ સ્ફટિકના શિવલિંગની પૂજા કરો. લાલ ગુલાલ, કંકુ, ચંદન, અત્તરથી અભિષેક કરો. આંકડાનાં ફૂલ અર્પણ કરો. મીઠાઈનો ભોગ ધરાવો અને આરતી કરો.

કર્કઃ- સમય ખોટાં કાર્યોમાં બરબાદ થશે. ચિંતાઓ વધશે, ધૈર્ય રાખવું. ભવિષ્યમાં બધું જ ઠીક થઇ જશે. પરિવારની મદદથી કામ પૂર્ણ કરવા પડશે.

ઉપાય- શિવરાત્રિએ અષ્ટગંધ અને ચંદનથી અભિષેક કરો. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવીને આરતી કરો.

સિંહઃ- સમય પક્ષનો રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે. કોઇ સાથે વાત કરતી સમયે સાવધાન રહેવું. ગુસ્સો કરવાથી બચવું, નહીંતર છેલ્લે કામ ખરાબ થઇ શકે છે.

ઉપાય- ફળના રસમાં મિશ્રી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો. આંકડાનાં ફૂલ ચઢાવીને મીઠાઈનો ભોગ ધરાવવો.

કન્યાઃ- કામમાં મન લાગશે નહીં. વિચારોમાં નકારાત્મકતા વધશે. કોઇ નજીકની વ્યક્તિથી દગો મળી શકે છે. ચિંતાઓ વધશે. હાલ ધૈર્ય જાળવી રાખવું. સમજી-વિચારીને કામ કરતા રહો.

ઉપાય- બોર, ધતૂરો, ભાંગ, આંકડાનાં ફૂલ ચઢાવો. બીલીપાન ઉપર ભોગ રાખો અને ભગવાનને ચઢાવો. કપૂર મિક્સ કરીને જળથી અભિષેક કરો.

તુલાઃ- ભાઇઓ પાસેથી સહયોગ મળશે અને લક્ષ્ય પૂર્ણ થઇ જશે. ભાગ્ય તમારા પક્ષમાં છે. વિઘ્નો દૂર થશે. સંતાન સુખ મળશે.

ઉપાય- પાણીમાં ફૂલ રાખો અને એ જળથી શિવલિંગને સ્નાન કરાવો. બીલીપાન, મોગરો, ગુલાબ, ચોખા, ચંદન સમર્પિત કરો. આરતી કરો.

વૃશ્ચિકઃ- કામ ખૂબ જ વધારે રહેશે. આ કારણે ચોક્કસ સમયે લક્ષ્ય પૂર્ણ થઇ શકશે નહીં. થાક રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સીઝનલ બીમારીઓની અસર થઇ શકે છે.

ઉપાય- શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવો. મધ, ઘીથી સ્નાન કરાવ્યા પછી ફરીથી જળથી સ્નાન કરાવો અને આરતી કરો.

ધનઃ- આવકમાં વધારો થઇ શકે છે. સફળતા સાથે માન-સન્માન મળશે. પ્રસિદ્ધિ વધશે. ભાગ્યનો સાથ મળવાથી ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.

ઉપાય- પકવેલા ચોખાથી શ્રૃંગાર કરો. સૂકા મેવાનો ભોગ ધરાવો. બીલીપાન, ગુલાબ વગેરે ચઢાવો. આરતી કરો.

મકરઃ- આ સમય તમારા માટે પરીક્ષાનો રહેશે. અનેક પરેશાનીઓ આવશે, પરંતુ તમારી બુદ્ધિમત્તાથી વિઘ્નો દૂર કરી શકશો. ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ પર ફરીથી વિચાર કરવાનો રહેશે.

ઉપાય- ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. એ પછી ઘઉંનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.

કુંભઃ- આવકમાં વધારા સાથે કામમાં પણ વધારો થઇ શકે છે. સાથીઓનો સહયોગ મળશે. ગુસ્સો કરવાથી બચવું. એકાગ્રતા સાથે કામ કરશો તો સફળતા મળવાની શક્યતા વધશે.

ઉપાય- સફેદ-કાળા તલને મિક્સ કરીને કોઇ એવા શિવલિંગ ઉપર ચઢાવો, જે એકાંતમાં હોય. પૂજા કરો, આરતી કરો.

મીનઃ- આ સમય મંગળકારી છે. ઘર-પરિવાર અને સમાજમાં બધા તમારાથી પ્રસન્ન રહેશે. નોકરીમાં પ્રમોશન થઇ શકે છે. વેતનમાં વધારો થવાના યોગ છે.

ઉપાય- રાતે પીપળાની નીચે બેસીને શિવલિંગનું પૂજન કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો 101 વાર ઉચ્ચારણ કરી બીલીપાન ચઢાવો અને આરતી કરો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.