NCB ની તપાસ પહેલા જ અનન્યા પાંડેએ મેસેજ ડિલિટ કર્યા ? મોબાઈલ-લેપટોપ ફોરેન્સિક તપાસ શરુ

www.mrreporter.in

બોલીવુડ-મુંબઈ, મી.રિપોર્ટર, ૨૩મી ઓક્ટોબર

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સાથેની વોટ્સએપ ચેટના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અનન્યા પાંડેની પૂછપરછ કરી રહ્યું છે. જેમાં  બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બે દિવસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સવા છ કલાક સુધી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી અને હવે સોમવારે તેને ફરી બોલાવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનના મોબાઈલમાંથી અનન્યા સાથેની વોટ્સએપ ચેટ મળી છે, જેમાં કથિત રીતે તેઓ ડ્રગ્સ અંગે વાતો કરતા હતા. NCB ને શંકા છે કે , અનન્યા પાંડેએ કેટલીક ચેટ ડિલિટ કરી નાખી છે. આ જ કારણ છે કે, NCBએ અનન્યાના બે મોબાઈલ ફોન, લેપટોપ સહિત 7 ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. NCB ની પૂછપરછમાં  અનન્યાએ ડ્રગ્સનું સેવન કર્યાનો ઈનકાર કર્યો હતો. જ્યારે આર્યન સાથેની ચેટમાં ગાંજાની વ્યવસ્થા કરી આપીશ તેવું કેમ કહ્યું હતું તેમ પૂછાતાં એક્ટ્રેસે મજાક કરી રહી હોવાનું કહ્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

Leave a Reply