ભાભીનો દિયર સાથે અનૈતિક સંબંધ: પતિએ ચેટિંગમાં મગ્ન રહેતી પત્નીનો ફોન જોતા ભાંડો ફૂટ્યો..પછી શું થયું ?

Spread the love

અમદાવાદ-મિ.રિપોર્ટર, ૨૭મી જુન.

દુનિયામાં લગ્નેત્તર સંબંધો નો ચીલો વધી રહ્યો છે. આમાં ભારત પણ બાકાત નથી. ખાસ કરીને લગ્નેત્તર સંબંધોના દુષણમાં માત્ર પરણિત યુવક જ નહિ પણ પરણિત યુવતીઓ પણ સંબંધ રાખવા માટે અગ્રેસર બની રહી છે. એમાય પવિત્ર સંબધો પણ લાજી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણિતાને પોતાના દિયર સાથે અફેર હોવાનું બહાર આવતાં જ તેના પરિવારમાં મહાસંગ્રામ શરુ થઇ ગયો છે. 

રાજ્યના એક નાનકડા શહેરમાં બનેલી આ ઘટનામાં પરણિતા બેલા (નામ બદલ્યું છે )ની આપત્તિજનક તસ્વીરો તેના પતિ મોહન (નામ બદલ્યું છે )એ પોતાના જ પિતરાઈ ભાઈ સાથે મોબાઇલ ફોનમાં જોઈ લેતા પરણિતા બેલા ના પ્રેમપ્રકરણનો ભાંડો ફુટ્યો હતો. નવાઈની વાત એ છે કે, પતિ મોહને જ્યારે પત્ની બેલા ને  આ અંગે પૂછ્યું તો તેણે લાજવાને બદલે ગાજવાનું શરુ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, બેલા પોતાના પતિ મોહનના પિતરાઈ ભાઈ સાથે અફેર ધરાવતી હતી. તે પોતાના દિયર સાથે કલાકો સુધી ચેટિંગ પણ કરતી રહેતી હતી. જેનાથી તેના પતિ મોહનને શંકા પડી હતી. આખરે એક દિવસ મોહને  મોબાઈલ ચેક કરતાં તેને પત્ની બેલા અને પોતાના પિતરાઈ ભાઈની વાંધાજનક તસ્વીરો જોવા મળી હતી. વાંધાજનક તસ્વીરો જોયા બાદ પતિ મોહને બેલા ને અનૈતિક સબંધ બંધ કરવા અંગે કહેતાં જ  ભડકેલી બેલાએ રોકડું જ પરખાવી  દીધું હતું કે અમારો પ્રેમસંબંધ ચાલુ જ રહેશે.

તો બીજીબાજુ પોતાનું ઘર બચાવવા માટે મોહને પત્ની  બેલાને અનેકવાર સમજાવવા છતાં પણ સબંધ બંધ કરવાની ના પડતા જ મોહને અમદાવાદમાં રહેતા પોતાના પિતરાઈ ભાઈ અને પત્નીના પ્રેમીને  બોલાવ્યો હતો. જ્યારે બંને પક્ષો વચ્ચે મિટિંગ થઈ ત્યારે દિયરે પણ પોતે ભાભીને રાખવા માટે તૈયાર છે તેવું કહેતા પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બેલા નો પ્રેમી અને દિયર પણ પરણિત છે. મોહને પત્નીના અનૈતિક સબંધ અંગે પોલીસમાં પણ ફરિયાદ કરીને મદદ માંગી છે.