નોકરીલક્ષી બોગસ વેબસાઈટ બનાવીને ઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

Spread the love

વડોદરા, ૨૯મી ઓક્ટોબર.

નોકરી લક્ષી નકલી વેબસાઈટ બનાવીવડોદરા સહિત દેશના 3.54 લાખ શિક્ષીત બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીનેઓનલાઈન છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ના બે મુખ્ય સુત્રધારો ને દિલ્હી ખાતે થી વડોદરા સાયબર સેલે ઝડપી પાડ્યા છે.પોલીસ તપાસમાં આ ટોળકીએ વડોદરાના 26 જેટલા યુવાનોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 17.84 લાખ સહિત દેશભરના 3.54 લાખ નોકરી વાંચ્છુઓના બેંક એકાઉન્ટમાંથી અંદાજે 20 કરોડ ઉપાડી લીધા હોવાનું કૌંભાડ બહાર આવ્યું છે.

શહેર પોલીસ તંત્રના ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલમાં વડોદરામાં રહેતા સેજલબહેન જૈને તા.28-10-018ના રોજ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,કેરિયર જોબ્સ ડોટ કોમ પરથી તેઓને નોકરી માટે ફોન આવ્યો હતો અને એપ્લીકેશન ના ૫૦ રૂપિયા ઓનલાઈન ભરવા જણાવ્યું હતું.ત્યાર બાદ તેમના ખાતામાંથી અચાનક ૧૯ હજાર ઉપડી ગયા હતા.ઉપરાંત વડોદરા પોલીસને આ અંગેની જ ૨૬ જેટલી ફરિયાદો મળી હતી.જે અંગેની ફરિયાદ સાયબર સેલ ક્રાઈમ બ્રાંચે નોંધી તપાસ કરતા આ ફોન દિલ્હી નો હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે દિલ્હી ના વેસ્ટ પટેલ નગર ખાતે ના કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો.

આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલના પી.એસ.આઇ. અજય ગોહિલ, એચ.આર. ડામોરે સ્ટાફની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. જેમાં આ ટોળકી વેસ્ટ પટેલ નગર, ન્યુ દિલ્હીમાંતી રેકેટ ચલાવી રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઇ દરોડો પડ્યો હતો, જ્યાં૯ છોકરીઓ અને ૧ યુવક મળી કુલ ૧૦ લોકો ટેલીકોલિંગ કરતા મળી આવ્યા હતા.પોલીસે લોકો ને છેતરતા ૧૦ લોકો ને કોર્ટ માં રજુ કર્યા હતા જેમાથી નોકરી કરતી ૮ ટેલી કોલર્સ ને શરતી જામીન મળ્યા હતા.પરંતુ આ ગુનો ગંભીર હોવાથી વડોદરા પોલીસે મુખ્ય આરોપી માના અમિત ગુપ્તા અને રાખી માથુર ની કોર્ટ પાસેથી કસ્ટડી મેળવી હતી.

જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કડક પુછતાછ હાથ ધરતા આરોપીઓએ કબુલ્યું હતું કે તેઓએ મોન્સ્ટર ડોટ કોમ,શાઈન ડોટ કોમ માં ડેટા મેળવવા દોઢ લાખ રૂપિયા વાર્ષિક ભર્યા હતા.જેમાં તેઓ ને રોજના ૧૦૦૦ બેરોજગાર યુવાઓ ના ડેટા મળતા હતા.

આરોપીઓએ જણાવ્યું હતું કે, જેઓ ને તેઓ ફોન કરતા હતા અને ત્યાર બાદ તેઓએ બનાવેલી અલગ અલગ વેબ્સાઈટ જેમ કે કેરીયર્સ જોબ્સ ડોટ કોમ,હિન્દુસ્તાન જોબ્સ,જોબ્સઓનગોઝ ડોટ કોમ,નોકરીએરા ડોટ કોમ નામની વેબ્સાઈટ બનાવી તેમના ઓન લાઈન ફોર્મ ભરાવતા હતા અને ફોર્મ પેટે ઓનલાઈન નાણા ભરવાનું કહેતા હતા.જેમાં યુવાઓ નો ઓટીપી મેળવી બાદમાં તેમના ખાતા માંથી પૈસા ઉપાડી લેતા હતા.

બેરોજગારો ને ઓનલાઈન છેતરતી આ ટોળકી પાસેથી જે હિસાબી દસ્તાવેજો મળી આવ્યા છે તેમાં તેઓએ વડોદરા શહેર જીલ્લામાંથી ૧૭ લાખ,અમદાવાદમાંથી ૧૨ કરોડ ૯૫ લાખ,સુરતમાંથી ૩૭ લાખ,રાજકોટમાંથી ૧૭ લાખ,મહારાષ્ટ્ર માંથી ૨ કરોડ,દક્ષીણ ભારત માંથી ૧ કરોડ,રાજસ્થાન માંથી ૩૦ એટલે કે કુલ કરોડો નો ચૂનો ચોપડ્યો હોવાનું મળી આવ્યું છે.

પોલીસે ૩૦ સીમકાર્ડ,૨૨ મોબાઈલ અને લેપટોપ સહીત નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ ની પુછતાછ હાથ ધરી છે.ઉપરાંત દિલ્હી ના મુખ્ય બે આરોપી હર્ષિત પાંડે અને અનીલ યાદવ ને પકડવાના બાકી હોઈ વડોદરા પોલીસ હજુ દિલ્હીમાં જ છે.ઉલ્લેખનીય છે કે ઉચ્ચઅભ્યાસ કરનાર બેરોજગારો ને નોકરી અપાવવાના બહાને ચૂનો ચોપડનાર ઝડપાયેલા આરોપી અમિત ગુપ્તા અને રાખી માથુર બંને ૧૨ પાસ છે.