કોરોના ટેસ્ટના નામે લંડન થી આવેલા ‘અંગ્રેજ’ પ્રેમીએ મુંબઈની પ્રેમિકા સાથે લાખોની છેતરપિંડી કરી, જાણો…

www.mrreporter.in
Spread the love

મુંબઈ- ક્રાઇમ, મી.રિપોર્ટર, 30મી ડિસેમ્બર.

લંડન થી મુંબઈના અંધેરી ઈસ્ટમાં રહેતી 28 વર્ષની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ કોરોનાના નામે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ચોંકાવનારી બહાર આવી છે. 28 વર્ષની મુંબઈની યુવતીનો મેરેજ પોર્ટલ પર હાર્ડન ગનબીર નામના યુવક સાથે સંપર્ક થયો હતો. હાર્ડને યુવતીને એવું કહી પટાવી હતી કે તે ખાસ તેને મળવા ઈન્ડિયા આવી રહ્યો છે, અને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ ગયો છે. જોકે, એરપોર્ટ પર તેને કોરોના અને યલો ફીવર ટેસ્ટ માટે અટકાવવામાં આવ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પોતાની પાસે ટેસ્ટ કરાવવા માટે ઈન્ડિયન કરન્સી ના હોવાનું બહાનું કરીને હાર્ડને પોતાની પ્રેમિકાને ફોન કરીને તેના અકાઉન્ટમાં રુપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. હાર્ડને પ્રેમિકાને એવી કહાની કહી પોતાની વાતમાં ફસાવી લીધી હતી કે જ્યારથી બ્રિટનમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થયો છે, ત્યારથી બ્રિટનથી આવનારા તમામ લોકો માટે આ ટેસ્ટ ફરજિયાત બનાવાયા છે. તેણે યુવતીને વાતોમાં ભોળવીને તેની પાસેથી છ લાખ જેટલી રકમ જુદા-જુદા બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

બીજી તરફ, તેણે યુવતીને એવું પણ કહી રાખ્યું હતું કે તે મુંબઈ આવતાની સાથે જ તેના અકાઉન્ટમાં એક કરોડ રુપિયા ટ્રાન્સફર કરવાનો છે. આમ, પોતાને કરોડપતિ વિદેશી પ્રેમી મળી ગયો હોવાના વ્હેમમાં પાગલ થયેલી યુવતી તેની સાથે લગ્ન કરવાના સપના જોઈ રહી હતી.

જોકે, છ લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા બાદ પણ પ્રેમીએ વધુ સાડા ત્રણ લાખ રુપિયા માગતા યુવતીને શંકા ગઈ હતી. આ વખતે તેનો પ્રેમી સાડા ત્રણ લાખ રુપિયા માટે કંઈક અલગ જ કારણ આપી રહ્યો હતો. આખે પોતે ઠગાઈ હોવાનો અહેસાસ થતાં યુવતીએ 26મી ડિસેમ્બરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, જે ચાર અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તેની વિગતો મેળવીને પૈસા તેમાંથી બીજે ક્યાંય ગયા છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. ચારમાંથી બે ખાતા તો સરકારી બેન્કના છે, જેમાં યુવતી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવાયા છે. બેંકોને આ ખાતા ફ્રીઝ કરી દેવા માટે જણાવાયું છે, અને પૈસા દેશના કોઈપણ ભાગમાંથી વિડ્રો થયા છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.