આણંદ પાસે બે કાર વચ્ચે અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 3 લોકોના મોત

www.mrreporter.in
Spread the love

 આણંદ-મી.રિપોર્ટર,૨૩મી જૂન. 

 આણંદ જિલ્લાના વાસદ અને અસોદરા વચ્ચે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા જ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વડોદરામાં રહેતા એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

મળી રહેલી માહિતી મુજબ મૂળ વડોદરાના રહેવાસી હિતેશ ભાઈ પંડ્યા (43) તેમની પત્ની જયશ્રીબેન (36) અને પુત્ર વિવેક(14) સાથે એક શ્રીમંત પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ સમયે આણંદ જિલ્લાના અસોદરા ક્રોસરોડ પાસે આવેલા કંથારિયા ગામ નજીક અન્ય એક કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, બંને કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં હિતેશભાઈ, જયશ્રીબેન અને વિવેકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી તુરંત નજીકમાં આવેલી હોસ્પિટલમાં પહોંચાડ્યા. મળી રહેલી માહિતી મુજબ અન્ય 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઉપરાંત અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.