અમૃતસર ટ્રેન અકસ્માતને એક મહિનાનો સમય પણ થયો નથી અને લુધિયાણામાં રેલ્વે ટ્રેક પર NSUIનો કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યો

Spread the love

મિ.રિપોર્ટર, વડોદરા, ૨૯મી ઓક્ટોબર.

અમૃતસર ટ્રેન અકસ્માતને એક મહિનાનો સમય પણ થયો નથી તેવામાં રવિવારે લુધિયાણામાં ધુરી ટ્રેન લાઈન પાસે જ કોંગ્રેસના વિદ્યાર્થી સંઘ એનએસયૂઆઈએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ રેલ્વે ટ્રેકથી થોડી જ દૂરી પર રાખવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ કાર્યક્રમમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ હાજર હતા.

લુધિયાણા સેન્ટ્રલના ધારાસભ્ય સુરેન્દ્ર ડાવર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા. તે કાર્યક્રમમાં એનએસયૂઆઈના નવા કાર્યાલય માટે નિયુક્તિ પત્રનું વિતરણ કરી રહ્યા હતા. તેઓ મંચ પર ઉપસ્થિત હતા તે સમયે રેલ્વે ટ્રેક આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓએ રેલ્વે ટ્રેકની બંને તરફ પોતાની કાર પાર્ક કરી હતી.