દયનીય હાલત માં જીવતા ખેડૂતોનું મહાનાયક અમિતાભ બચ્ચન રૂપિયા 1,398 દેવું ચૂકવશે

Spread the love

મિ.રિપોર્ટર, ૨૧મી નવેમ્બર. 

એક સમયે પોતાના માથે કરોડો રૂપિયાનું દેવું ધરાવનાર અને ૭૦ વર્ષે પણ સૌથી વધુ ફી વસુલ કરનાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હવે ઉત્તર પ્રદેશના ખેડૂતો કે, જેમના માથે  દેવું છે અને દયનીય હાલતમાં જીવી રહ્યા છે તેવા ખેડૂતોનું દેવું ચુકવવાનો નિર્ણય કર્યો છે.  દેવું ધરાવતાં ખેડૂતોને પોતાના ખર્ચે મુંબઈ બોલાવશે, તેમને વ્યક્તિગત મળશે અને તેમને બેંક લેટર્સ આપશે. 

એક અહેવાલ મુજબ,  અમિતાભ બચ્ચને બેંક ઓફ ઈન્ડિયામાં વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા  ખેડૂતોના દેવાની ભરપાઈ કરશે. અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશમાં લગભગ 1,398 ખેડૂતોની લોનની ભરપાઈ કરવાનો નિર્ણય કર્યો છે. તે માટે તેઓ ખેડૂતોની દેવાની ચૂકવણી કરવાની રકમ રૂપિયા ૪૦૫ કરોડ સરકારને આપશે.તે માટે લગભગ 70 જેટલા ખેડૂતોને મુંબઈ બોલાવવામાં આવ્યા છે.  અમિતાભે ખેડૂતો માટે મુંબઈ આવતી ટ્રેનનો એક આખો ડબ્બો બુક કરાવ્યો છે. આ તમામ ખેડૂતોને તેઓ મળશે અને તેમને બેંક લેટર આપશે જેમાં લખ્યું હશે કે તમારું અત્યાર સુધીનું બાકી રહેલી દેવું ચૂકવી દેવામાં આવ્યું છે. આ પહેલા પણ અમિતાભ બચ્ચને 350 ખેડૂતોના દેવાની ચૂકવણી કરી હતી, તે સિવાય તેમને દેશ માટે શહિદ થયેલા જવાનોના પરિવારને પણ મદદ કરી હતી.