નવી દિલ્હી-મિ.રિપોર્ટર, ૭મી માર્ચ
લોકસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ રાજકીય પક્ષોના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ રાજકીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષોના નેતા સહીત અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પેઈડ જાહેરાતો દ્વારા ઝુંબેશ ચલાવી રહ્યા છે. જેમાં રાજકીય પક્ષો ટીવી, રેડિયો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો દ્વારા અને સોશિયલ મીડિયા પર પોતાના પક્ષની કામગીરીને પેઈડ જાહેરાત દ્વારા પ્રમોટ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ ફેસબુકે તાજેતરમાં જ જાહેરખબરનો ડેટા જાહેર કર્યો છે, જેમાં ભાજપ સહિત તમામ પક્ષોના ચૂંટણી ખર્ચની વિગતો આપવામાં આવી છે. ફેસબુકના મતે ભાજપ અને તેના સાથીઓએ રાજકીય જાહેરાતો પર 50 ટકાથી વધુ ખર્ચ કર્યો છે.
ફેસબુક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ફેસબુક પરની જાહેરાતોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ઘણાં આગળ છે. નવીન પટનાયકે ફેસબુક પર અમિત શાહની જાહેરાત કરતા ચાર ગણા થી વધુ પૈસા ખર્ચ્યા છે. ફેસબુક પર જાહેરાતના સંદર્ભમાં, બીજેડીના નેતા નવીન પટનાયક નંબર 1 પર છે. તેણે ફેસબુક પર 32 જાહેરાતો માટે 8,62,981 રૂપિયા ખર્ચ્યા છે.
ભાજપના નેતા જયંત સિંહાએ ફેસબુક પર 105 જાહેરાતો રૂ. 2,95,899 મોકલ્યા છે. તે બીજા નંબર છે.
ભાજપના પ્રમુખ અમિત શાહ ત્રીજા સ્થાને છે. તેમણે જાહેરખબર પર માત્ર 2,12,071 ખર્ચ્યા હતા.
ભાજપના નેતા મુર્લિધર રાવે ફેબ્રુઆરી મહિનામાં 9 જાહેરાતો આપી છે, જેનો ખર્ચ 2,03,544 રૂપિયા છે.
ભાજપના નેતા નરેન્દ્ર કુમારે ફેસબુક પર 216 જાહેરાતો આપી છે ,તેઓએ કુલ 2,00,447 રૂપિયા ખર્ચ્યા છે.
વાયએસઆર કૉંગ્રેસના વડા વાય. એસ. જગન મોહન રેડ્ડીએ ફેસબુક પર 25 જાહેરાતો પાછળ રૂ. 1,76,982 રૂપિયા ખર્ચ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે માત્ર બે જાહેરાતો પાછળ જ રૂપિયા 1,73,034 ખર્ચ્યા હતા.
ભાજપના નેતા પિયુષ ગોયલે ફેસબુક પર બે જાહેરાતો પણ આપી છે, જેના પર તેમણે 1,47,171 રૂપિયા ખર્ચ્યા છે.
ભાજપના નેતા સુનિલ દેવધરે 8 જાહેરાતો પર 1,18,994 રૂપિયા ખર્ચ્યા છે.
ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ ફેસબુક પર જાહેરાત માટે રૂપિયા 90, 9 75 ખર્ચ્યા છે.