અમિત ગોરડિયાની નામ અખંડ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા ઉદ્યોગપતિઓ સામે થયેલી ચાર્જશીટમાં નામ સામેલ : FGI ના વર્તમાન પ્રમુખ નીતિન માંકડે હજુ સુધી કોઈ પગલા લીધા નથી
વડોદરા, 29મી ડિસેમ્બર, ધીરજ ઠાકોર
FGI ની વર્ષ ૨૦૧૯-૨૦૨૧ માટેની મેનેજીંગ કમિટી માટે યોજાયેલી ચુંટણીમાં અમિત ભટ્ટનાગર અને અમિત પટેલની વર્તમાન ટીમનો કારમી હાર થઇ છે. જયારે અખંડ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા ઉદ્યોગપતિઓ અમિત ગોરડિયા અને ગીતા ગોરડિયાની ટીમનો ભવ્ય વિજય થયો છે. જીતેલી ટીમમાં વીસીસીઆઈના પૂર્વ સીનીયર પ્રેસીડેન્ટ નિલેશ શુક્લની FGI માં ધમાકેદાર એન્ટ્રી થઇ છે.
ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ)ની વર્ષ ૨૦૧૯-૨૦૨૧ ની મેનેજીંગ કમિટીની ૧૦ બેઠકો માટે કુલ ૧૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાં અમિત ભટ્ટનાગર અને અમિત પટેલની ટીમ તેમજ અમિત ગોરડિયા અને ગીતા ગોરડિયાની ટીમ વચ્ચે સીધી જ ટક્કર થઇ હતી. ૧૩મી ડીસેમ્બર થી બેલેટ પેપર વોટીંગ થી શરુ થયેલી કાર્યવાહી ૨૮મી ડીસેમ્બર સુધી ચાલી હતી. જેમાં આજે પડેલા ૨૨૧૫ મતોની ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં વર્તમાન પ્રમુખ નીતિન માંકડ કે જેઓ અમિત ભટ્ટનાગર અને અમિત પટેલની ટીમનો ભાગ છે, તેમની કારમી હાર થઇ હતી. જોકે તેમની ટીમના સભ્યો શ્રીમતી હેમલ મહેતા અને મોહન નાયરનો વિજય થયો હતો. આ બે સભ્યોને બાદ કરતા અન્ય સભ્યો હારી ગયા હતા. જયારે અમિત ગોરડિયા, ગીતા ગોરડિયા, અતુલ પટેલ, ભરત શાહ અને નિલેશ શુક્લની ટીમનો ભવ્ય વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અખંડ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા ઉદ્યોગપતિઓ અમિત ગોરડિયા અને ગીતા ગોરડિયા સામે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પરંતુ તેમની સામે FGI ની વર્તમાન કમિટી દ્વારા કોઈ પગલા લેવાયા નથી. હવે નવી ચુંટાયેલી કમિટીમાં તેમનો દબદબો ઉભો થયો હોઈ કોઈ પગલા લેવાય તેવી કોઈ શક્યતા નથી.
ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ)ની વર્ષ ૨૦૧૯-૨૦૨૧ ની મેનેજીંગ કમિટીમાં ચુંટાઈ આવેલા સભ્યો મળેલા મતો
અતુલ પટેલ | જનરલ કેટેગરી | ૧૨૫૧ |
પરેશ સરૈયા | જનરલ કેટેગરી | ૧૨૩૬ |
નિલેશ શુક્લ | જનરલ કેટેગરી | ૧૧૫૨ |
અમિત ગોરડિયા | જનરલ કેટેગરી | ૧૧૨૮ |
ભરત શાહ | જનરલ કેટેગરી | ૧૦૫૧ |
મોહન નાયર | જનરલ કેટેગરી | ૯૬૯ |
મહિલા ઉમેદવાર | ||
પૂજા રંકા | ૧૩૧૫ | |
હેમલ મહેતા | ૧૧૨૯ | |
૪૦ વર્ષ થી નીચે (રીઝર્વ) | ||
અવંત અમીન | ||
રુસ્તમ પટેલ |
અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક લોન કૌભાંડમાં ડાયમન્ડ પાવર લી.ના મેનેજિંગ ડિરેક્ટર અમિત ભટનાગર તેમજ બેંકની લોનની ચુકવણીમાં અમિત પટેલનું નામ આવ્યા બાદ એફ.જી.આઈની કમિટીએ સામે ચાલીને બંનેના રાજીનામાં માંગી લીધા હતા. તે બાદ બંનેએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. જયારે વર્તમાન FGI ના મેનેજીંગ કમિટી પેટ્રન મેમ્બર ને એલેમ્બિક ફાર્માસ્યુટિકલના ચેરમેન ચિરાયું અમીન, FGI ના મેનેજીંગ કમિટીના મેમ્બર તારક પટેલ , પ્રણવ ડી પટેલ તેમજ FGI ના પૂર્વ પ્રમુખ તરીકે અમિત ગોરડિયા અને ગીતા ગોરડિયાનો પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા .