અમદાવાદમાંકર્ફ્યુ વચ્ચે નીકળી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા, મોસાળમાં 15 મિનીટ રોકાયા બાદ પરત ફરી

www.mrreporter.in

એસ્ટ્રો ગુરુ – અમદાવાદ, ૧૨મી જુલાઈ. 

 અમદાવાદમાં આજે કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નિજ મંદિરેથી નગરચર્યાએ નીકળી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. જેમાં રાજ્યના  ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. આ સમયે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા.

www.mrreporter.in

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરથી પરપંરાગત રૂટ ઉપરથી નીકળી નિયત રૂટ ઉપર મ્યુનિસિપલ કોઠા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહોંચશે, ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કૂલ, પિત્તળિયા બંબા, પાનકોરનાકા, માણેકચોક થઈને રથયાત્રા જમાલપુર મંદિરે પરત આવશે. જેમાં હાલમાં લખાઈ રહ્યું છે ત્યારે રથયાત્રા સરસપુરમાં (મોસાળ)માં 10 થી 15 મિનીટ રોકાઈને પરત ફરી રહી છે. હાલ રથયાત્રા ઘીકાંટા વિસ્તારમાંથી પસાર થઇ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જો કે, આજે બે વર્ષના બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

 

 

Leave a Reply