કોરોના બેકાબૂ થતાં AMCનો મોટો નિર્ણય, 8 વોર્ડમાં રાત્રે 10 પછી ખાણી-પીણીના બજાર બંધ, હવે વડોદરાનો વારો ?

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 15મી માર્ચ.

અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં AMC એ મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં વધતા કોરોનાના કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો બીજીબાજુ અમદાવાદ બાદ વડોદરામાં પણ રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરવાનો નિર્ણય થઇ શકે છે, તેવી ચર્ચાઓ શરુ થવા પામી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં 6 મહાનગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ની યોજાયેલી ચૂંટણી અને તે બાદ નીકળેલા વિજય સરઘસમાં કોરોનના નિયમો નું પાલન ના થતા કોરોના ની મહામારી પાછો ઉથલો માર્યો છે અને રાજ્યમાં કોરોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અમદાવાદમાં સતત વધતા કેસ જોઈને AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણીપાણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજમાં ઘાટલોડિયા, નવરંગપુરામાં ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરવાનો અને અમુક વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ નાંખવાની હિલચાલ થઇ રહી છે. આખરી નિર્ણય વડોદરા મ્યુનિ. કોર્પોરેશન અને ખાસ ફરજ પર ના અધિકારી છેલ્લા બે ત્રણ દિવસ ચાલી રહેલા ડ્રાઈવ તથા કેસોને ધ્યાનમાં રાખીને કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.