એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસનું અખબાર વોશિન્ગટન પોસ્ટ મોદીનું ટીકાકાર, મોદી કટ્ટર હિન્દુત્વનો એજન્ડાને વધારી શકે છે તેવું કહ્યું હતું

Amazon founder Jeff Bezos's newspaper criticizes Washington Post Modi, saying Modi can boost radical Hinduism's agenda
Spread the love
જેફ બેઝોસનું અખબાર મોદીની ટીકા કરતું રહ્યું છે તેથી મોદી તેમને ન મળ્યા- રિપોર્ટ

નવી દિલ્હી- રાજનીતિ, મિ.રિપોર્ટર, ૧૬મી જાન્યુઆરી. 

એમેઝોનના ફાઉન્ડર અને વોશિન્ગટન પોસ્ટના માલિક જેફ બેઝોસ હાલ ભારતના પ્રવાસ પર છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર અને મોદી સરકારની નીતિયો-યોજનાઓની ટીકા કરવાના કારણે PM મોદી સાથે જેફ બેઝોસની મુલાકાત થઇ શકી નથી. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સતત ટીકાના લીધે મોદી સરકારે જ તેને મુલાકાત આપી નથી. તો બીજી બાજુ તેઓ કટ્ટર હિન્દુત્વનો એજેન્ડા આગળ વધારી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના અખબારમાં ગત વર્ષે 23 મેના રિપોર્ટ આવ્યો હતો કે મોદીને બીજી વખત ભારે બહુમત મળ્યો. તેમને વોટ કરનારા મતદારોમાં કટ્ટર હિન્દુઓની સંખ્યા વધારે હતી. તેના લીધે તેઓ પોપ્યુલરિઝમ તરફ પગલું ભરી શકે છે. તેમની નીતિઓમાં પણ હિન્દુત્વની ઝલક જોવા મળે છે. મોદીએ તેમના ગત કાર્યકાળમાં પણ દર વર્ષે એક કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હકીકત તેનાથી વિપરિત છે. 45 વર્ષોમાં બેરોજગારીનો દર સૌથી વધારે છે. અખબારે કહ્યું હતું કે તેમના ગત કાર્યકાળમાં વિકાસનો દર ધીમો પાડી ગયો છે. 

વોશિન્ગટન પોસ્ટ મુજબ,  મોદીએ ઉદારવાદથી વિરુદ્ધ એજન્ડાને આગળ વધાર્યો. પ્રધાનમંત્રી રહેતા મોદીએ સત્તાવર રીતે એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી. તેમના પર સૌથી મોટો આરોપ એ લાગ્યો કે તેમણે તેમની ટીકા કરતા પત્રકારો પર હંમેશા દબાણ બનાવીને રાખ્યું. તેમણે અને તેમની પાર્ટીએ 18 કરોડ મુસલમાનોની ચિંતા ન કરી. રામ મંદિરનું નિર્માણ હંમેશા તેમની પાર્ટીના એજન્ડામાં રહ્યું. તેમના બીજા કાર્યકાળમાં તેમની પાર્ટીમાં એક એવા સાંસદ ચૂંટાયા જેમના પર આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. ઘટનામાં ઘણા નિર્દોષ મુસલમાનો માર્યા ગયા હતા.

નાગરિકતા કાયદાને લઇને પણ અખબારે મોદીની ટીકા કરી હતી. વોશિન્ગટન પોસ્ટે કહ્યું હતું કે ભારતે મુસ્લિમ શરણાર્થીઓને અલગ રાખીને એક વિવાદિત નાગરિકતા કાયદો લાવ્યો. મોદીએ આ કાયદાથી ભારતના મુસલમાનોને સાવધાન કર્યા. ભારતની 130 કરોડ વાળી જનસંખ્યામાં લગભગ 18 કરોડ મુસલમાન છે. તેમને ડર છે કે મોદી ધર્મનિરપેક્ષ ભારતને એક હિન્દુ રાષ્ટ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં હવે મુસલમાનોને દ્વિતિય શ્રેણીના માનવામાં આવશે.