VMCના ઈલેક્શન વોર્ડ નં ૪ ના જાહેર પરિણામમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ, શું લોકોની વચ્ચે રહેતા કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારને જાણી જોઇને હરાવવામાં આવ્યા ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-વડોદરા, મી.રિપોર્ટર, ૫મી માર્ચ

વડોદરા મહાનગરપાલિકાની ૨૦૨૧ ની સામાન્ય ચૂંટણી માં ઈલેક્શન વોર્ડ નં ૪ માં થયેલ ગેરરીતિ ની સામે વોર્ડ નં ૪ ના કોંગ્રેસના ઉમેદવારો અનિલભાઈ પરમાર, અજય લક્ષ્મણભાઇ ભરવાડ ( અજય સાટીયા), તૃપ્તિ અજીતભાઈ ઝવેરી  સંગીતાબેન પંકજભાઇ પાંડે દ્વારા વડોદરા નામદાર કોર્ટ માં ઈલેક્શન પિટિશન દાખલ કરી ને ચુંટણી ને પડકારી છે. કોર્ટમાં પડકારવાની સાથે વોર્ડ નં. ૪ ના પરિણામને રદ કરીને પુનઃ ચુંટણી યોજવાની માંગ કરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેર કોંગ્રેસ ખાતે વડોદરા મહાનગરપાલિકાની ૨૦૨૧ ની સામાન્ય ચૂંટણીમાં ઈલેક્શન વોર્ડ નં ૪ માં થયેલ ગેરરીતિ ની માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે ભાજપ સરકાર ના દબાણ હેઠળ અને તેમની છત્રછાયા હેઠળ જ કોંગ્રેસના ઉમેદવારના વોટ બદલીને ઈરાદા પૂર્વક જ ચુંટણી ની કામગીરીમાં રહેલા અધિકારીઓએ હરાવ્યા છે. જો નિષ્પક્ષ રીતે ગણતરી કરવાને પરિણામ જાહેર કરવામાં આવ્યા હોત તો વોર્ડ નં. ૪ નું  પરિણામ અલગ જ હોત. અમારી પાસે આ માટેના યોગ્ય પુરાવા પણ છે. 

ઈલેક્શન વોર્ડ નં ૪ માં થયેલ ગેરરીતિ ની સામે વોર્ડ નં ૪ ના કોંગ્રેસના ઉમેદવારો અનિલભાઈ પરમાર અને અજય લક્ષ્મણભાઇ ભરવાડ ( અજય સાટીયા)એ મીડિયામાં જણાવ્યું હતું કે, ઈલેક્શન વોર્ડ નં ૪ ના પરિણામ ને અમે કોર્ટમાં પડકારી છે.  કારણકે  ૨૩/૦૨/૨૦૨૧ માં રોજ પોલીટેક્નિક ખાતે થયેલ મતગણતરી માં વોર્ડ નં ૪ ના કોંગ્રેસ ના ઉમેદવાર અનિલભાઈ પરમાર ને ૧૪,૯૧૩ મત અને સામે ભાજપ ના હરીફ ઉમેદવાર અજીત દાઘીચ ને ૧૪,૪૨૭ મત મળ્યા નું આખરી પરિણામ પત્રક નમૂના ૨૧ માં જાહેર કરવામાં આવ્યું , છતાં પણ ભાજપ ના હારેલા ઉમેદવાર અજીત દાધિચ ને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. 

એટલું જ નહિ પણ અમારા ઉમેદવાર( અનિલભાઈ પરમાર) દ્વારા નમૂના નં ૨૧ ની પ્રમાણિત નકલ માંગવા માં આવી તો આશ્ચર્ય જનક બાબત એ બની કે એમાં બીજુ આખરી પરિણામ પત્રક , નમૂના નં ૨૧ બનાવવામાં આવ્યું જેમાં અજીત દાધિચ ના ૧૭,૪૨૭ મત દર્શાવ્યામાં આવ્યા હતા. જે તદ્દન ખોટું, ગેરકાયદેસર અને ગેરકાનૂની છે.  કેવી રીતે એક જ ઈલેક્શન ના ૨ પરિણામ પત્રક હોય ? આથી અમે કાયદા પ્રમાણે તેનો વિરોધ કર્યો છે. 

કોંગ્રેસના ઉમેદવાર અજય ભરવાડે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી ની અંદર માન્ય કરવામાં આવેલ આર.એસ.પી ના ૨ ઉમેદવારો નો પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, આર.એસ.પી ના 2 ઉમેદવારો ને એકજ સામાન્ય સીટ ઉપર લડાવવામાં આવ્યા અને બન્ને ના મેન્ડેટ મંજૂર કરવામાં આવ્યા હતા. બંને ને એકજ નિશાન કપ-રકાબી ઉપર લડાવવામાં આવ્યા હતા. બંનેના ફોર્મ મજૂર કર્યા એ તદ્દન ગેરકાયદેસર અને ગેરકાનૂની છે. 

તેમને વધુમાં ચુંટણી અધિકારીની કાર્યવાહી પર શંકા ઉઠાવતાં જણાવ્યું હતું કે, ઈલેક્શન વોર્ડ નં ૪ ના બુથ નં 48 માં મતગણતરી ના દિવસે મશીન ઉપર જે નંબર લખવામાં આવ્યો હતો, એ નંબર 17- ખ માં દર્શાવવામાં આવ્યો ન હતો. આથી અમે તેનો વિરોધ કર્યો હતો. અમે 48 નંબરના મશીન ની ગણતરી નહીં કરવા દેવા વાંધો આપીને  ઉગ્ર વિરોધ કરી મત ગણતરી અટકાવી હતી. પરંતુ અધિકારી દ્વારા પોલીસ બોલાવી બળજબરી પૂર્વક મશીન ખોલી ગણતરી કરવામાં આવી હતી. ઈલેક્શન વોર્ડ નં 4,5,6 ના ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલ ગેરરીતી નો ભોગ ઈલેક્શન વોર્ડ 6 ના કોંગ્રેસ ના ઉમેદવારો પણ બન્યા , ઈલેક્શન વોર્ડ 6 ના ઉમેદવાર દ્વારા પણ આ ચૂંટણીના પરિણામ ને પડકારતી ઈલેક્શન પિટીશન દાખલ કરવામાં આવી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.