આલિયા ભટ્ટનો ‘સીતા’ તરીકે ફર્સ્ટ લૂક સામે આવ્યો, ‘RRR’ના ડાયરેક્ટરે આપી બર્થ ડે ગિફ્ટ

www.mrreporter.in
Spread the love

બોલીવુડ-મી.રિપોર્ટર, 15મી માર્ચ.

બોલિવુડની ટેલેન્ટેડ અને ખૂબસૂરત એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. આલિયાના બર્થ ડેને તેની આગામી ફિલ્મ ‘RRR’ના મેકર્સે ખાસ બનાવ્યો છે. ફિલ્મમાંથી આલિયાનો લૂક જાહેર કર્યો છે. ફિલ્મ ‘RRR’માં આલિયા ભટ્ટ ‘સીતા’ના રોલમાં જોવા મળશે ત્યારે તેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

‘RRR’ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા સાઉથ સ્ટાર રામ ચરણ સાથે જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગણ અને NTR જૂનિયર પણ મહત્વના રોલમાં છે. એસ. એસ. રાજમૌલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 13 ઓક્ટોબર 2021ના રોજ રિલીઝ થવાની છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આલિયાના બર્થ ડે પર ફર્સ્ટ લૂક શેર કરતાં ફિલ્મના ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલીએ લખ્યું, “મજબૂત મનોબળની અને વિભેદન કરનાર સીતાનો રામારાજુ માટે ઇંતેજાર અદ્ભૂત હશે! આલિયાને તમારી સૌ સમક્ષ સીતા તરીકે રજૂ કરું છું.” તસવીરમાં ગ્રીન સાડી અને સામાન્ય ઘરેણાં સાથે આલિયા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેનો આ લૂક અગાઉની ફિલ્મો કરતાં ખાસ્સો અલગ છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

   View this post on Instagram
A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

બર્થ ડે ગર્લ આલિયાએ પોતે પણ સીતાનો પહેલો લૂક શેર કર્યો છે. આલિયાએ આ જ પોસ્ટર શેર કરતાં લખ્યું, ‘સીતા’.  જેમાં સીતા ભગવાન રામની મૂર્તિ સમક્ષ બેઠેલી જોવા મળે છે. આલિયાએ આ તસવીર શેર કરતાં લખ્યું હતું, ‘કાલે આવશે. #RRR’

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

  View this post on Instagram
A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

‘RRR’ ઉપરાંત આલિયા ભટ્ટ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અને મૌની રોય મહત્વના રોલમાં છે. અયાન મુખર્જીએ ‘બ્રહ્માસ્ત્ર’ ડાયરેક્ટ કરી છે. આ સિવાય આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં  પણ જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું. ફેન્સની સાથે સેલિબ્રિટીઝે પણ આ ફિલ્મમાં આલિયાના લૂક, એક્ટિંગ અને દમદાર ડાયલોગના વખાણ કર્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.