ટેક્નોલોજી -અમદાવાદ, મી.રિપોર્ટર, 28મી ઓગસ્ટ.
આધુનિક ટેક્નોલોજીના યુગમાં આખી દુનિયા એક માત્ર આંગળીના ટેરવા પર આવી ગઈ છે. એમાંય સોશિયલ મીડિયાએ તો જાણે હવે કોઈ દીવાર જ નથી રાખી. સોશિયલ મીડિયા નો પોઝિટિવ ઉપયોગ કરનારા લાખો ની સંખ્યામાં છે, પણ અમુક હજારોની સંખ્યામાં લોકો નકારત્મક વસ્તુઓ જોવા ને શીખવા પાછળ ટાઈમ બગાડી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
અમદાવાદના મણિનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેનાં માતા-પિતા સાથે રહે છે. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો, જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. શરૂઆતમાં અભ્યાસમાં મન લગાવી ને ભણી, પરંતુ એક જ અઠવાડિયામાં જ સગીરાએ અભ્યાસ ને બાજુમાં મૂકીને ફોનની વર્ચ્યુઅલ જ દુનિયામાં ખોવાઈ ગઈ ને ફોનનો દુરુપયોગ શરૂ કર્યો હતો. તે મોબાઈલ ફોન પર પોર્ન વિડીયો ને ચિત્રો જોવા લાગી, એમાંય સોશિયલ મીડિયામાં મુકતા ફોટો ને વિડીયો જોઈને તેણે પણ પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ પાડી ને ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવાના શરૂ કરીને વિચિત્ર મઝા લેવાની શરૂઆત કરી હતી.
થોડા દિવસ બાદ સગીરાએ પોતાના નવા શોખ વિશે માસીની દીકરી સાથે આ વાત શેર કરી અને તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટોઝ પાડીને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું. માસીની દીકરીએ સગીરાની હરકત જોઈને ચોંકી ઉઠી, તેણે સગીરાના પરિવારને આ મામલે જાણ કરી હતી. પોતાની દીકરીની આવી હરકતો સાંભળી માતા-પિતા બંને બીમાર પડી ગયા. સમગ્ર ઘટના ને પગલે સગીરાએ થોડા દિવસ પોતાની હરકતો બંધ કરી દીધી, પણ વિડીયો જોવાના ચાલુ રાખ્યા. આ અંગે માતા-પિતા ને પુનઃ જાણ થતા તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્ 181 ની મદદ લીધી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. સગીરા ને તેની વિચિત્ર પ્રવૃત્તિ ન કરવા અને તેના કાયદા વિષે જાણકારી આપી. સતત કાઉન્સેલિંગ બાદ સગીરાએ પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ મારી દીધું હતું. માતાની હાજરીમાં જ મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે એવી તેણે બાંયધરી આપી ને ભણવાનું શરુ કર્યું. હવે તે માત્ર ભણવા પર જ ધ્યાન આપી રહી છે. સગીરા ના માતા પિતા પણ સગીરા ને વધુ સમય આપી ને વિશેષ ધ્યાન આપવા લાગ્યા ને મામલો વધુ બગાડતા સાંભળી લીધો હતો. આ ઘટનાએ સમાજના લોકો ને સરકાર ની આંખો ખોલી નથી છે. આ ઘટના ને જોતા દરેક માતા-પિતા એ પોતાના સંતાનો મોબાઈલ ફોન માં શું જુએ છે તેની ચોક્કસ જાણકારી રાખવી જરૂરી બની ગઈ છે. બાળકો ને તેમની ઉંમર ના ગ્રોથમાં શું સારું ને ખોટું તે વિશે જાણકારી આપવાથી ખોટી ભૂલો થી બચી શકશે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.