એલર્ટ : શું તમે કેમિકલ રીએક્શન થી ચીમળાયેલી શાકભાજી તો ખાતા નથી ને ? જુઓ વિડીયો….

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મિ.રિપોર્ટર, 22મી જુલાઈ.

શરીર ને રોગો થી દૂર રાખવા અને તંદુરસ્ત – નીરોગી રહેવા માટે આપણા પૂર્વજો તથા ડોકટરો હંમેશા તાજા શાકભાજી અને ફળો ખાવાની સલાહ ને આગ્રહ રાખતાં હતા. તેમની સલાહ મુજબ દેશનો શિક્ષિત વર્ગ તો તેને આંખો બંધ કરીને પાલન કરે છે.  મોટાભાગ ની મહિલાઓ પણ પોતાના બાળકો ને તાજી અને લીલી  શાકભાજી બનાવી ને ખવડાવે છે.  પણ હવે આ લીલી અને તાજા દેખાતા શાકભાજી ને ફળોની એક  ચોકાવનારી બાબત સામે આવી છે. આ બાબત જાણી ને તમે પણ ચોકી ઉઠશો કે તમે તો આવા શાકભાજી ખાતા નથી ને , પરિવાર ને પણ ખવડાવતાં નથી ને ?

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પૌરાણિક આયુર્વેદ અને મેડીકલ સાયન્સ  પણ હંમેશા લીલા અને તાજા શાકભાજી ખાવાની સલાહ આપે છે. આપને પણ તે સલાહ ને અનુસરીએ છીએ. પણ દેશમાં કેટલાક ખેડૂતો અને વેપારીઓ પોતાના આર્થિક ફાયદા માટે કરોડો ભારતીયોના જીવ સાથે ખિલવાડ કરીને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.  દેશના કેટલાક ખેડૂતો અને વેપારીઓ પોતાના ફાયદા માટે વધુ પાક લણવા, પાક ની સાઈઝ વધારવા જેહરીલા કેમિકલ નો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો શાકભાજી ને ગ્રીન- લીલી બતાવવા માટે કેમિકલ કલર નો ઉપયોગ કરતા આવ્યા છે.

પાક ને જલ્દી પકવવા માટે પણ કેમિકલ મુકતા હોવાના અનેક દાખલા પણ આપણી સામે આવ્યા છે. પણ આજે અમે આપને બતાવીશું કે,  ચીમળાયેલી શાકભાજી કે જે ને નાંખી દેવાની જરૂર છે. તે શાકભાજી ને તાજી કેવી રીતે કરવામાં આવે છે. તે પણ એક કેમિકલ નો ઉપયોગ કરીને….હાલ માં આ વિડીયો ભારે વાઈરલ થઇ રહ્યો છે, જ્યાં કેમિકલ ને વેપારી ખેડૂત -વેપારી ને ચીમળાયેલી શાકભાજી ને તાજી કરીને માર્કેટમાં વેચવાનો કીમિયો બતાવી રહ્યા છે. જુઓ… તમે પણ વિડીયો….

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.