www.mrreporter.in

 આકાશ BYJU’S ની નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ – 2022 (ANTHE 2022), જે સંસ્થાની ફ્લેગશીપ સ્કોલરશીપ એક્ઝામ છે, તે 5 થી 13 નવેમ્બર, 2022ની વચ્ચે દેશભરમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં યોજાશે

વડોદરા-એજ્યુકેશન, ૧૦મી ઓગસ્ટ. 

કેન્દ્ર  સરકારની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલની ઉજવણી કરવા માટે, ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ BYJU’S એ   એજ્યુકેશન  ફોર ઓલ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે ખાનગી કોચિંગના ક્ષેત્રમાં કન્યા વિદ્યાર્થીઓના વિકાસ અને સશક્તિકરણની દિશામાં એક મોટા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જે એક રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ છે જેમાં વંચિત પરિવારોની ધોરણ VII-XIIની લગભગ 2,000 વિદ્યાર્થીઓને, ખાસ કરીને છોકરીઓને મફત NEET અને JEE કોચિંગ અને સ્કોલરશીપ પુરી પાડવામાં આવશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ પ્રોજેક્ટ માટે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓની આકાશ BYJU’S ની નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ – 2022 (એન્થે 2022), જે સંસ્થાની ફ્લેગશીપ સ્કોલરશીપ એક્ઝામ છે, તે 5 થી 13 નવેમ્બર, 2022 દરમિયાન દેશભરમાં ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે યોજાવાની છે. જેમાં વિશેષ વિચારણાઓના આધારે ટોચના 2,000 વિદ્યાર્થીઓને આકાશ BYJU’S ના NEET અને IIT-JEE કોચિંગ પ્રોગ્રામ્સ માટે મફત કોચિંગ આપવામાં આવશે. આ લાભ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે, આકાશ પસંદગીની એનજીઓ સાથે ભાગીદારી કરશે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગની માત્ર કન્યાઓ અને સિંગલ પેરેન્ટ્સ (માતા)ની વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

www.mrreporter.in

 

આકાશ BYJU’S પાસે સમગ્ર ભારતભરમાં લગભગ 285+ સેન્ટરો સાાથેનું નેટવર્ક છે, જે દેશની કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કરતા સૌથી વધુ છે. દરેક સેન્ટરમાં સરેરાશ 9 વર્ગો ચાલે છે.

 

‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલ વિશે જણાવતા, આકાશ BYJU’Sના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આકાશ ચૌધરીએ કહ્યુ કે, “આટલા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીઝમાં રહીને, અમે જોઈ રહ્યા છીએ કે મેડિકલ અને એન્જિનિયરિંગ એજ્યુકેશન માટેની આકાંક્ષાઓ ફક્ત આપણા દેશમાં જ વધી રહી છે. આપણું યંગ માઇન્ડ આ બે ક્ષેત્રો અને સામાજિક યોગદાન અને સેલ્ફ ડેવલપમેન્ટ માટે આગળ આવી રહ્યું છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: