મિ.રિપોર્ટર, 14મી જૂન
સલમાન ખાનની ફિલ્મ ‘લકી નો ટાઈમ ફોર લવ’થી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ સ્નેહા ઉલાલ પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ સ્નેહાને લઈને રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. સ્નેહા છેલ્લા ઘણા સમયથી ઓલ ઈન્ડિયા મિક્સ્ડ આર્ટ્સ અસોસિએશનના ચેરમેન અવિ મિત્તલને ડેટ કરી રહી હતી. જો કે હવે બંને વચ્ચેના રિલેશનશિપનો અંત આવ્યો છે.
સ્નેહા અને રવિએ રિલેશનશિપ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે. આ વર્ષે બંનેએ સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. જે બાદ બંનેએ મળવાનું છોડી દીધું હતું. સ્નેહા હવે સિંગલ છે. બંનેના બ્રેકઅપ વિશે વાત કરીએ તો અવિ, સ્નેહાને વધારે સમય આપી શકતો નહોતો. અવિ પોતાના કામમાં વધારે વ્યસ્ત રહેતો હોવાથી બંનેનું બ્રેકઅપ થયું. સાથે જ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે અવિની લાઈફમાં સ્નેહા સિવાય બીજુ કોઈ પણ હતું.
સ્નેહા અને અવિ બંને ઘણા સમયથી ફ્રેન્ડ્સ હતા. આ ફ્રેન્ડશિપ ધીમે-ધીમે પ્રેમમાં બદલાય ગયો. બંને પોતાના રિલેશનશિપને લઈને ઓપન હતા અને તેમના પરિવારને પણ આ વિશે જાણ હતી. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે સ્નેહા, અવિના દરેક ફેમિલી ફંક્શનમાં સામેલ થતી હતી. સ્નેહા ઉલાલને લઈને એવું કહેવાતું હતું કે તે ઐશ્વર્યા રાય જેવી લાગતી હોવાથી સલમાન તેને ઈન્ડસ્ટ્રીમાં લઈને આવ્યો હતો.