દેશમાં 5G Service નો રોડમેપ Airtel એ તૈયાર કર્યો, ટૂંક સમયમાં આ શહેરમાં શરુ થશે..

www.mrreporter.in
Spread the love

ટેક્નોલોજી- મી.રિપોર્ટર, 6ઠ્ઠી ફેબ્રુઆરી. 

દેશમાં નવી ટેક્નોલોજી સાથે  સસ્તો પ્લાન આપવામાં  અત્યાર સુધી jio કંપની સૌથી આગળ રહી છે. jio એ પણ પોતાની AGM માં 2021 ના વર્ષમાં 5G Service લાવવાની જાહેરાત કરી હતી. જોકે jio કાગળ થી વાસ્તવમાં કામગીરી કરે તે પહેલા જ Airtel કંપનીએ દેશમાં સૌથી પહેલાં 5G Service ટેસ્ટ કરીને અત્યાધુનિક ટેક્નોલોજીને લોન્ચ કરવાનો રોડમેપ પણ તૈયાર કરીને પોતાના હરીફ કંપનીઓને ચોંકાવી દીધા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

એક ટેક કંપનીને ઈન્ટરવ્યુ  આપતા એરટેલના CEO Gopal Vittal એ કહ્યું કે,  Airtel 5G સર્વિસને હૈદ્રાબાદમાં કોમર્શિયલી લાઇવ કરવામાં આવ્યું છે. 5G Service ની શરૂઆત સૌથી પહેલાં મોટા શહેરોમાં થશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 5G Service ને આખા ભારતમાં એકસાથે લોન્ચ કરવામાં આવશે. સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ તાત્કાલિક આ સેવાને શરૂ કરવામાં આવી શકે છે.

કેવી છે Airtel ની 5G Service ?

કંપનીએ 5G અને 4G ના મુકાબલે 10 ગણી વધુ ફાસ્ટ છે. કંપનીએ તેને હૈદ્રાબાદમાં ટેસ્ટ કરી છે અને દાવો કર્યો છે કે 5G નેટવર્ક પર એક ફૂલ લેંથ મૂવીને થોડી સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. Airtel 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોયમેન્ટના બાદ શરૂ કરી શકે છે. Airtel ની 5G સર્વિસ રેડિયો,કોર અને ટ્રાંસપોર્ટ તમામ ડોમેન માટે કમ્પૈટિબલ હશે. કંપનીએ પોતાના 5G સર્વિસના વીડિયો પણ YouTube પર જાહેર કર્યા છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.