અમદાવાદની પ્રથમ કોરોના દર્દી સુમિતિ સિંઘ સ્વસ્થ બની ઘરે પરત ફરી, વીડિયો પોસ્ટ કરીને કહ્યું, ડરો નહીં પણ ઘરમાં જ રહો…જુઓ..

Spread the love

હેલ્થ – અમદાવાદ, મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ.  

શહેરની પ્રથમ કોરોના દર્દી અને આંબાવાડીમાં રહેતી સુમિતિ સિંઘ ફિનલેન્ડના પ્રવાસેથી ૧૮મી માર્ચે પરત ફર્યા પછી કોરોનાનો શિકાર બની હતી. તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હવે તે સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગઈ છે. આજે તેણીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરી SVP હોસ્પિટલ અને તેના ડૉક્ટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો.

સુમિતિ સિંઘે પોતાની FB વોલ પર કહ્યું હતું કે,  હેલો, આશા હશે કે તમે બધા ઘરે સ્વસ્થ હશો. હું પણ મારા ઘરે જ છું. તમારી પ્રાર્થનાઓ માટે આભાર. હું તમને એટલું જ કહેવા માગું છું કે બિનજરૂરી રીતે ઘર બહાર નીકળશો નહીં. તેમજ સરકાર જે પગલાઓ લઈ રહી છે તેને સાંભળો. ડરો નહીં અને હેલ્પલાઈન નંબર ફોન કરો અને અધિકૃત હોસ્પિટલનો સંપર્ક સાધો. પોઝિટિવમાંથી નેગેટિવ કરી હોસ્પિટલમાંથી રજા આપવા માટે ડૉક્ટરો ખૂબ જ સંભાળ લઈ રહ્યાં છે. તેમજ સાવચેતી રાખો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુમિતિ સિંઘ ઘરે આવી ત્યારે ફ્લેટના રહીશોએ થાળી, તાળી, શંખ વગાડીને તેનું સ્વાગત કરી એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)