નવલખી સગીરા સામુહિક દુષ્કર્મ કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, તરસાલીના 2 દેવીપૂજક પકડાયા…જુઓ..વિડીયો..

Ahmedabad crime Branch arrested vadodara group physical abused case two accused
Spread the love

ક્રાઈમ, મિ.રિપોર્ટર, વડોદરા, ૮મી ડીસેમ્બર. 

દેશમાં બળાત્કારની ઘટનાએ માઝા મૂકી છે, તેવામાં વડોદરામાં ૧૦ દિવસ પૂર્વે નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર  બે  નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી 10 દિવસે ઝડપી પાડ્યા છે.  પકડાયેલા બંને સામુહિક દુષ્કર્મના આરોપી  દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા. પકડાયેલા આરોપીઓ મૂળ રાજકોટ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટનો જશો અને આણંદનો કિશન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. બંને સામુહિક દુષ્કર્મના નરાધમોની ધરપકડ કર્યા બાદ કડક ઉલટતપાસ શરુ કરી દીધી છે. 

અમદાવાદ ક્રાઈમની ટીમે બંને ને શનિવારે શંકાના આધારે ઉઠાવ્યા હતા, જ્યાં પુછપરછ એક દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો

અમદાવાદ ક્રાઈમની ટીમ શનિવારે બપોરે 2 દેવીપુજકને પૂછતાછ માટે લઈ ગઈ હતી. તપાસમાં એક દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે તેનો સાગરિત બીજો હોવાની કેફિયત કરતા પોલીસ મોડી રાત્રે અઢી વાગે વડોદરા આવી તરસાલીમાંથી તેને ઉપાડી ગયા હતાં. બંનેએ સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એકની પાસેથી સગીરાના ફિયાન્સના મોપેડની ચાવી કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને રીક્ષામાં લાલબાગ પાસે આવી ત્યાંથી નવલખીમાં લૂંટના ઈરાદે ગયા હતાં. આ બંનેએ અગાઉ પણ આવા કૃત્યો કર્યા હોવાની શંકા સેવાઈ રહી છે.

સમગ્ર બનાવ શું હતો ? યાકુતપુરાની 14 વર્ષની સગીરાને નરાધમોએ પીંખી નાંખી ?

કંપાઉન્ડમાં 28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં. મંગેતરે બૂમાબૂમ કરી પોલીસની મદદ લેતા નરાધમોએ સગીરાને ઉંચકીને દીવાલ પરથી નીચે ફેંકી દીધી હતી. પોલીસ ઝાડીઓમાં બેટરીઓ મારી સગીરાને શોધતી હતી ત્યારે દીવાલની પાછળ નરાધમોએ 45 મિનિટ સુધી સગીરા પર ગેંગરેપ કરી અંધારામાં ઓગળી ગયા હતાં. થોડીવાર બાદ સગીરા મળતાં પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 

32 ટીમ તપાસ કરતી હતી …..વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પરના કેસમાં દુષ્કર્મ કેસમાં સગીરાના વર્ણનના આધારે પોલીસે બંને નરાધમોના સ્કેચ તૈયાર કરાવી 10 ટીમોએ શોધખોળ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે પહેલીવાર ડ્રોન અને માઉન્ટેન પોલીસની મદદથી તપાસકરી હતી. ઉપરાંત તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચનાની મદદ લેવાઈ હતી. આ કેસમાં 32 ટીમ તપાસ કરતી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ, એફએસએલ, મોબાઇલના સીડીઆરથી મદદ લેવાઇ હતી. 

હમ પુલિસ કે આદમી હૈ, યહાં ક્યું બેઠે હો…:પીડિતા પીડિતાએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, મે મેરે ફિયાન્સ કે સાથ બેઠી થી તબ દો લડકે હમારે પાસ આયે ઔર કહાં કે હમ પુલિસ કે આદમી હૈ, યહાં ક્યું બેઠે હો, યહાં સે ચલે જાવ કહે કે ડંડા લેકર હમકો ભગાને લગે. હમ દોનો સ્કૂટર પર બેઠકર ભાગને લગે તો વહ દોનો લડકોને મુજે સ્કૂટર પર સે ખીંચ કે કાફી દૂર લે ગયે. ફીર મુજે જમીન પર લેટા કે મારતે હુએ કર્લીબાલ વાલેને દો બાર ઔર મંજરી આંખ વાલેને એક બાર મિલ કે દોનોને 1 ઘંટે તક સંભોગ કીયા, બાદ મે વહ ભાગ ગયે ઔર મે ચલતે ચલતે આગે બઢી. 

સગીરે પોલીસને ફોન ન લાગ્યો તો મિત્રની મદદ માંગી સગીરાના મંગેતરે પોલીસને કોલ કર્યો હતો પરંતુ કોલ નહીં લાગતા તેણે મિત્રને જાણ કરી હતી. તેના બે કોલના ઓડિયો વાઈરલ થયા હતા. આ કોલમાં તેણે મિત્રને કોલ કરી જણાવ્યું હતું કે, એ ભાઇ.. મેરી ફન્ટરકો ઝાડીઓમે લે ગયે, જલ્દી વે, પુલિસવાલો કો ફોન નહીં લગ રહા હૈ ભાઇ, દો-તીન જને અંદરથી ફટકે લેકે આયલે, મેરી ફન્ટરકો અંદર ખેંચ ગયે ઝાડીયો મેં. મેં ભગ કે ઇધર આયા. વે જલદી ફોન કરને પુલિસ વાલે કો. તું ટોલે કો લેકે આ જલ્દી આ..ફટકે લેકે આઇયો ફટકે.. વે જલ્દી આ પન કીતને જનો કો લેકર આયેગા..વે મરી ફન્ટર કો માર વાર ડાલેંગે તો ખોટી, જલદી આ…

www. mrreporter.in એક સંપૂર્ણ ન્યૂઝ પોર્ટલ છે. આ પોર્ટલ પર જ્યોતિષ શાસ્ત્ર, હેલ્થ, એજ્યુકેશન, ફિટનેસ- યોગા, બિઝનેસ, શેરબજાર, મનોરંજન, રેસિપી, દેશ-વિદેશની અવનવી બાબતો, લાઇફસ્ટાઇલ, સ્પોર્ટ્સ, ઓડિયો-વિડીયો સહિતના લેટેસ્ટ સમાચારો ને માહિતી માત્ર એક જ ક્લિક કરવાથી મળશે. આ વેબસાઇટની વિશેષતા એ છે કે તેમાં રીડર્સ ને કવિતા, મુશાયરો, નાટકો તેમજ મોટિવેશનલ ઓડિયો ને વિડીયો સ્વરૂપે સમયાંતરે નવું ભાથું મળતું રહેશે. જે વાંચકો ને ગમશે. જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ જઈને વધુ સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.

==== Please like,follow and Subscribe us ==== ⇰ Facebook : https://www.facebook.com/mrreporterin ⇰ Youtube: https://www.youtube.com/c/mrreportero… ⇰ Twitter: https://www.twitter.com/mrreporterin ⇰ Instagram: https://www.instagram.com/mrreportero… ⇰ Websites: http://www.mrreporter.in, ⇰ linkedin : https://www.linkedin.com/in/mr-reporter ⇰ WhatsApp: 7016252800