અમદાવાદના બ્રાન્ડ ફેક્ટરીના સ્ટોર ને કેરી બેગના 10 રૂપિયા લેવાનું મોંઘુ પડ્યું, હવે ₹1500 ચૂકવવા પડશે

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- અમદાવાદ, મિ.રિપોર્ટર, 6 ઠ્ઠી જુલાઈ. 

મલ્ટી બ્રાંડ ધરાવતાં મોલ સતત કોઈ ને કોઈ કારણે ચર્ચા અને વિવાદમાં રહેતા હોય છે. તે પછી પાર્કિંગ ની ફી નો મામલો હોય કે પછી લોકો ની સેફટી નો મામલો હોય.  પરંતુ આ વખતે મલ્ટી બ્રાંડ ધરાવતાં મોલ એક કેરીબેગ (થેલી) ના લીધે વિવાદમાં આવ્યું છે અને એટલું જ નહિ પણ ગ્રાહક કોર્ટ સુધી તેને જવું પડ્યું છે, જ્યાં કોટે ગ્રાહક ના તરફેણમાં ચુકાદો આપી ને મોલ ને રૂપિયા 1500 ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર આવેલી મલ્ટીબ્રાન્ડ ક્લોથિંગ રિટેઈલર તેવી બ્રાન્ડ ફેક્ટરીમાં શાહીબાગમાં રહેતા મૌલિન ફડિયા નામના ગ્રાહક 10 મે, 2019ના રોજ શોપિંગ માટે  ગયા હતા. જ્યાં તેમણે  2,486 રૂપિયાની કિંમતની કેટલીક વસ્તુઓ ખરીદી હતી. તે પોતાની સાથે કેરી બેગ લઇ ગયા હોવાથી  સ્ટોરે તેને કેરી બેગ આપી હતી. પરંતુ આ માટે 10 રૂપિયા લીધા હતા. ફાડિયાએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં તે મુદ્દાને ગ્રાહક કોર્ટમાં લઈ  ગયા હતા.  જ્યાં તેમણે સ્ટોર સામે  વળતર તેમજ દંડનો દાવો કર્યો હતો.

અમદાવાદ ગ્રાહક કોર્ટમાં કેસ ચાલ્યા બાદ રના વકીલે રજૂઆત કરી હતી કે, ડેસ્ક તેમજ કેશ કાઉન્ટર પર સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય છે કે, જે ગ્રાહકો કેરી બેગ ન ખરીદવા માગતા હોય તેઓ પોતાના ઘરેથી લઈને આવી શકે છે. ગ્રાહકોને કેરી બેગ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું નથી. સ્ટોર ક્યારેય કેરી બેગ ફ્રીમાં આપતો નથી. પ્લાસ્ટિક બેગ પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોવાથી, પેપર બેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

 તો બીજીબાજુ ફડિયાના વકીલે દલીલ કરી હતી કે જ્યારે ગ્રાહકે સ્ટોરની મુલાકાત લીધી ત્યારે આવી કોઈ પણ સૂચના જોઈ નહોતી. બેગ રંગીન કાગળમાંથી બનાવવામાં આવી હતી અને તેના પર સ્ટોરની તમામ બ્રાન્ચના નામ છાપેલા હતા.

કેસની સુનાવણી બાદ, કમિશને બેગના 10 રૂપિયા પરત આપવા માટે કહ્યું હતું. આ સિવાય બ્રાન્ડ ફેક્ટરીને માનસિક ત્રાસ બદલ ફાડિયાને 1 હજાર રૂપિયા તેમજ કાયદાકીય ખર્ચ માટે 500 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે તેમણે ટકોર કરી હતી કે, એવું હંમેશાં થતું નથી કે ગ્રાહકો જ્યારે ખરીદી કરવા જતા હોય ત્યારે બેગ લઈને જતા હોય. તેથી, અમારું માનવું છે કે ગ્રાહકને ફ્રીમાં કેરી બેગ આપવી જોઈએ. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.