અમદાવાદના સેટેલાઈટ સ્થિત ડી-માર્ટે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી, તોલમાપ વિભાગે ફટકારાયો ₹90 હજારનો દંડ

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, ૩જી ડિસેમ્બર.

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટના સેટેલાઈટ સ્ટોરમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ અનુસાર વિગતો ન હોવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ  બાદ તોલમાપ વિભાગે ડી-માર્ટને રૂપિયા  90 હજાર રૂપિયાનો દંડ ફંટકારવામાં આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ડી-માર્ટમાં જે પેકેટનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર લિગલ મેટ્રોલોજી એક્ટ 2009 અને પેકેજિંગ કોમોડિટી રૂલ 2011 મુજબ જે પણ જરૂરી નિર્દેશ હોવા જોઈએ તે નહોતા. તે બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની ફરિયાદ મળી હતી. તપાસ કરતાં ફરિયાદ સાચી જણાઈ આવતા જ  તોલમાપ વિભાગ દ્વારા દંડ ફટકારાયો હતો અને તે  ચૂકવવાનો આદેશ આપ્યો હતો.  દંડ ની સાથે જ  ડી-માર્ટને નિયમોના આધારે પેકેજિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.

તોલમાપ વિભાગ દ્વારા જે એકમોમાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને નિયમભંગ બદલ તપાસ કરાઈ હતી, જેમાં  પેટ્રોલ પંપ, પુરવઠા વિભાગના ગોડાઉન, સસ્તા અનાજની દુકાનો, સોના-ચાંદીની દુકાનો, ફરસાણની દુકાનો, ડેરી પાર્લરનો સમાવેશ થાય છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.