કૃષિ બિલ : વડોદરાના ફતેંગજ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવીને વિરોધ

www.mrreporter.in

વડોદરા – રાજનીતિ , મી.રિપોર્ટર, 

આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ છે. વડોદરા શહેરમાં ભારત બંધની નહીંવત અસર જોવા મળી છે. વડોદરાનું છાણી બજાર સજ્જડ બંધ રહ્યું છે, પરંતુ વડોદરા શહેરની બજારો ખુલ્લી રહી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરામાં કોંગ્રેસે ટાયરો સળગાવવા સહિત ફતેગંજ, એલ એન્ડ ટી સર્કલ, જાંબુવા બ્રિજ, સમા અને દુમાડ ચોકડી ખાતે ચક્કાજામ કર્યો હતો. જ્યારે ભરૂચ અને દહેજ વચ્ચેના હાઈવે પર અજાણ્યા શખસોએ ટાયરો સળગાવીને ટ્રાફિકજામ કર્યો હતો. જ્યાં પોલીસે કોંગ્રેસી કાર્યકરોની  અટકાયત કરી હતી

નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના સમર્થનમાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવાશે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply