દેશની આંતરિક સુરક્ષા વધારવા માટે અગ્નિપથ યોજના જરૂરી છે : કેટલાક લોકો જાણીજોઇને વાતાવરણ બગાડી રહ્યા છે : સી.આર.પાટીલ

www.mrreporter.in

વડોદરા- પોલીટીકલ, મી.રિપોર્ટર, ૨૭મી જુન.

વડોદરામાં VCCI  દ્વારા આજે વિશ્વ MSME દિવસની ઉજવણી અંતર્ગત મેક ઈન ગુજરાત વેબ પોર્ટલ ના લોન્ચિંગ તથા ઔદ્યોગિક એકમોના 14 એસોસિએશન દ્વારા અગ્નિવીર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત પત્ર સોંપવાના કાર્યક્રમમાં  મુખ્ય મહેમાન  તરીકે ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં  જણાવ્યું હતું કે, ‘અગ્નિપથ યોજનાને લઈને કેટલાક લોકોએ  દેશમાં વાતાવરણ બગાડ્યું હતું, જોકે આ અગ્નિપથ  સ્કીમના પગલે હવે દરેક ઘરમાં અગ્નિવીરો શિવાજી  બનશે. દેશ  પર જો કોઈ સંકટ આવશે કે કોઈ તેની સામે નજર બગાડશે તો આ જ અગ્નિવીરો તેવા લોકોને જડબાતોડ જવાબ આપશે. દેશની આંતરિક સુરક્ષા વધશે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, MSME દેશની કરોડરજ્જુ છે. MSME દેશમાં સૌથી સારું કામ ગુજરાતમાં કરે છે. દિલ્હીના એક અધિકારી આવ્યા હતા જેમને કહ્યું MSME સેક્ટરનું સૌથી સારું કામ ગુજરાતમાં થાય છે. ઇન્ડસ્ટ્રીઝને તમામ સુવિધા સરકાર પૂરી પાડે છે તેમજ મોટી ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા MSME ઉદ્યોગો જરૂરી છે. હું પણ એક સમયે ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હતો. દેશમાં ખેતી બાદ MSME સૌથી વધુ નોકરી આપે છે. કોરોના બાદ ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને વડોદરા શહેર જિલ્લાના MSME ના ૧૨ હજાર થી વધુ એકમો કે જે ૫૦ હજાર કરોડ નો ધંધો કરી રહ્યા છે, તેના દ્વારા બે લાખથી વધુ લોકોને નોકરી મળી રહી છે. આવનાર સમયમાં અગ્નિવીરો માટે પણ જોબ આ જ એકમો દ્વારા આપવામાં આવશે તેની પણ ખાતરી vcci અને તેમના સંગઠનો દ્વારા મળી છે. 

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ વિજય શાહ, રાજયના મંત્રી મનીષાબેન વકીલ, સાસંદ રંજનબેનભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય સીમાબેન મોહિલે તથા ઔધોગિક એસોસિએશનના અગ્રણી મોટી સંખ્યામાં ઔધોગિક એકમોના એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply