મૉલમાં ટૂંકા કપડા પહેરી આવેલી ગર્લ્સને જોઇ આંટીએ પુરુષોને “રેપ” કરવાનું કહેતા છોકરીઓએ વિફરી : પછી. …શું થયું ? .જુઓ..વિડીયો..

Spread the love

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧લી મે 

ગુરુગ્રામ પાસેના એક મોલમાં ટૂંકા કપડા પહેરી આવેલી ગર્લ્સને જોઇને એક  મહિલાએ ગુરુગ્રામની એક રેસ્ટોરાંમાં બેઠેલા સાત પુરુષોને ” અયોગ્ય વસ્ત્રો” પહેરતી ગર્લ્સ પર રેપ  કરવો જોઈએ તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીથી ગભરાયેલી ગર્લ્સે  મોલમાં હાજર અન્ય સ્ત્રીઓએ હિંમત બતાવતા જ આંટીને તેમનું નિવેદન પરત  લઈને માફી માંગવા માટે જણાવ્યું હતું. પરંતુ પોતાના નિવેદન ને વળગી રહેલી આન્ટીએ માફી માંગવાની ના પડતા પીડિત ગર્લ્સે આન્ટીની સમગ્ર કરતુત રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા જ વિડીયો ખુબ જ વાઈરલ થયો છે.  હાલમાં તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આંટીના નિવેદનની ધજ્જીઓ ઉડાવી રહ્યો છે. 

આંટીની આકરી ટિપ્પણીનો ભોગ બનેલો શિવાની ગુપ્તા નામની છોકરીએ મહિલાનો વિડીયો ફેસબુક પર શેર કરી દીધો હતો. શિવાનીએ લખ્યું, “તેણે સાત પુરુષોને અમારા પર રેપ કરવા કહ્યું કારણ કે તેને લાગતું હતું કે અમે ટૂંકા કપડા પહેર્યા હતા અને અમને તેના અભિપ્રાયની બિલકુલ જરૂર નથી.” આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો હતો. ફેસબુક પર તેને 11k શેર્સ મળ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ પર 32K વ્યુઝ મળ્યા હતા પરંતુ ઈન્સ્ટાગ્રામે આ વિડીયો ડીલીટ કરી નાંખ્યો હતો….જૂઓ…આખો વિડીયો….

છોકરીઓની માફી માંગવાના બદલે આ મહિલાએ બોલવાનું ચાલુ રાખ્યું હતું અને હોમ સેન્ટરમાં તેનો પીછો કરવા બદલ પોલીસને ફોન કરવાની પણ ધમકી આપી હતી. જો કે આ યુવાન છોકરીઓએ સમગ્ર ઘટના રેકોર્ડ કરી દીધી હતી અને મહિલાને ઊઘાડી પાડી દીધી હતી. આ જોઈને મહિલાએ કહ્યું, “તમે રેકોર્ડિંગ કરી રહ્યા છો? આ છોકરીઓ ટૂંકામાં ટૂંકા ડ્રેસ પહેરે છે જેથી બધા તેમને જોયા કરે. આવી છોકરીઓને ક્યાં તો નગ્ન કરવી જોઈએ અથવા તો તેમનો રેપ થઈ જવો જોઈએ.”

HEY GUYS. TODAY MY FRIENDS AND I WERE HARASSED BY A WOMAN AT A RESTAURANT FOR ME WEARING A SHORT DRESS. THIS MIDDLE AGED WOMAN YOU’LL SEE IN THE VIDEO ADDRESSED SEVEN MEN AT THE RESTAURANT TO RAPE US BECAUSE SHE FELT WE DESERVED IT FOR WEARING SHORT CLOTHES AND BASHING HER UNSOLICITED OPINION. FOR SPEAKING UP AGAINST HER PRIMITIVE MINDSET. OUR INSTINCT WAS TURN AWAY FROM THE DRAMA BUT SUPPORTED BY OUR COLLEAGUES, WE TOOK HER ON AT A SHOPPING CENTRE, NEARBY. WE GAVE HER THE CHANCE TO APOLOGISE, TO NO AVAIL, OF COURSE. NOTHING MOVED THE NEEDLE FOR HER, NOT EVEN ANOTHER WOMAN WHO LEARNED THE STORY ON THE SPOT AND IMPLORED THE GHASTLY WOMAN TO APOLOGISE. SEE FOR YOURSELF. AND SHARE.

SHIVANI GUPTA द्वारा इस दिन पोस्ट की गई मंगलवार, 30 अप्रैल 2019

જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786