શાહી લગ્ન બાદ કેટરિના કૈફ અને વિકી કૌશલ આપી શકે છે ગ્રાન્ડ રિસેપ્શન, કોને મળશે આમંત્રણ?

www.mrreporter.in
Spread the love

બોલિવુડ – મી.રિપોર્ટર , 15મી  ડિસેમ્બર. 

રાજસ્થાનમાં તેમના શાહી લગ્ન બાદ મુંબઈ પરત ફરેલી બૉલીવુડ ની હોટ કપલ જોડી કેટરિના કૈફ અને વિકી કૌશલ  20મી  ડિસેમ્બરે મુંબઈમાં તેમના નજીકના લોકો અને ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ  રહી છે. આ રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન, રણબીર કપૂર, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

પ્રાપ્ત વિગતો મુજબ, શાહી લગ્ન બાદ  રાજસ્થાન થી મુંબઈ પરત ફરેલી બૉલીવુડ ની હોટ કપલ જોડી કેટરિના કૈફ અને વિકી કૌશલ હનીમૂન પતાવી ને પોતાના કામ પર  પરત ફરશે. પરંતુ તે પહેલા બંને જણા  20મી  ડિસેમ્બરે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ અને ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે, કેટરિના અને વિકી BMCના કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આ ભવ્ય ઉજવણીનું આયોજન કરશે. તે માટે BMC દ્વારા મંજૂરી ની રાહ જોઈ રહ્યાં છે. આ પાર્ટીમાં આવનાર તમામ મહેમાનોએ તેમનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પછી જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તે જ કેટરિના અને વિકીના રિસેપ્શનમાં આવી શકશે.

એવું કહેવાય રહયું છે કે,  કેટરિના કૈફ ખૂબ જ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરે છે, તેથી તે તે પહેલાં રિસેપ્શનનું આયોજન કરવા માંગે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.