મિ.રિપોર્ટર, ૨૧મી નવેમ્બર.
બોલિવૂડ જોડી દીપિકા તથા રણવિરનાં શાહી અંદાજમાં ઈટાલીના લેક કોમોમાં ૧૪મી અને ૧૫મી નવેમ્બરના રોજ લગ્ન થયા બાદ આજે ૨૧મી નવેમ્બરના રોજ બંનેનું રિસેપ્શન યોજાયું હતું. બંનેના રિસેપ્શન માટે બેંગાલુરૂ સ્થિત દીપિકાનાં ઘરને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો. દીપિકા-રણવિર રિસેપ્શનમાં સબ્યાચાસીના ડિઝાઈનરવેર કપડાં પહેર્યા હતા. જયારે રિસેપ્શનમાં સાઉથ ઈન્ડિયન ફૂડ પીરસાયુ હતું. બંનેના રિસેપ્શનમાં ફિલ્મી સ્ટાર થી લઈને નેતાએ હાજરી આપી હતી.
જયારે રિસેપ્શન પાર્ટી ધ લીલા’ હોટલના ગ્રાન્ડ બોલરૂમમાં યોજાઈ હતી. ધ લીલાના ગ્રાન્ડ બોલરૂમમાં રિસેપ્શનમાં યોજાતા રિસેપ્શનની વાત કરીએ તો સેલિબ્રેશન માટે આ હોટલનો સૌથી મોટો હોલ છે. હોટલમાં સેલિબ્રેશન માટે નાના-મોટા મળીને કુલ 18 વેન્યૂ છે.ગ્રાન્ડ બૉલરૂમની સાઇઝ 4400 સ્ક્વેર ફૂટ છે. સિટિંગ કેપેસિટીની વાત કરીએ તો તેમાં થિયેટર સ્ટાઇલમાં 600, ક્લાસરૂમ 240, યૂ-શેપ 80, બોર્ડ રૂમ 80, સિટ ડાઉન બુફે 240, ક્લસ્ટર સ્ટાઇલ 200ની કેપેસિટી છે. આ હોલમાં કુલ 800 લોકો એક સાથે આવી શકે છે.
એમાંય જો ગ્રાન્ડ બોલરૂમને ડિનર માટે બુક કરાવો છો તો પ્રતિ એક વ્યક્તિ 3 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. એટલે 500 લોકોનો પ્રોગ્રામ હોય તો 15 લાખ રૂપિયામાં રિસેપ્શન થઇ શકે છે. જો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે તેને બુક કરવામાં આવે છે તો પ્રતિ વ્યક્તિ 7200 રૂપિયાનો ખર્ચ આવે છે. એટલે 500 લોકોનો ખર્ચ 36 લાખ રૂપિયા આવે છે.