Flipkart ના બિન્ની બંસલના રાજીનામાં બાદ હવે Myntra ના CEO અને CFO એ રાજીનામુ ધરી દેતા ખળભળાટ

મિ.રિપોર્ટર, ૧૬મી નવેમ્બર

જાતીય સતામણીના આક્ષેપ બાદ Flipkart ના સહ સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપતાં જ કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વિવાદ વચ્ચે હવે  Myntra ના CEO અનંત નારાયણ તેમજ CFO દીપાંજન બાસુએ પોતાના પદેથી અચાનક જ રાજીનામા આપી ધરી દીધા છે. 

ઈન્ડસ્ટ્રી ઈનસાઈડર્સ મુજબ, બિન્ની બંસલના ગયા પછી નારાયણને Flipkart ના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવો પડે તેમ હતો. એમાંય આ બંને વચ્ચે પહેલેથી તકલીફો છે. ઓનલાઈન રિટેલર કંપની Flipkartના ગ્રૂપ CEO બિન્ની બંસલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામાં અંગે  કંપનીએ જણાવ્યુ કે તાત્કાલીક અસરથી ગ્રૂપ CEO બિન્ની બંસલનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યુ છે.