મોંઘી ટીકીટ બાદ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જોવુ બનશે મોંઘુ…જાણો કેમ….

Spread the love

કેવડિયા, ૩જી નવેમ્બર. 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવુ ગુજરાતની જનતાને મોંઘુ પડી શકે  તેમ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જોડતો ડભોઇ થી દેવલીયા, ગરુડેશ્વર, કેવડિયા અને બીજી બાજુ ભરૂચથી રાજપીપલા અને કેવડિયા આમ બે ફોરલેન બની રહ્યા છે, જેને હાલમાં  આખરી ઓપ બાકી છે. હવે  હાલ ભાદરવા ગામ પાસે એક ટોલટેક્સ પોઇન્ટ બનાવવામાં આવશે હાલ બોર્ડ લગાવી દેવાયું છે. જે દિવાળી બાદ આ ટોલટેક્સ બનાવવાનું કામ શરુ કરવામાં આવશે. જેના પગલે ત્યાંથી પસાર થનારા મુસાફરોને ટોલટેકસ ચૂકવો પડશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. 

રાજપીપળા ગરુડેશ્વર ખાતે પણ બીજુ ટોલટેક્સ નાખવાની પણ વિચારણા ચાલે છે. એટલે નર્મદા જિલ્લામાં બે સાઈડ પર બે ટોલ પ્લાઝા આવશે એ વાત ચોક્કસ કહી શકાય. હાલ તંત્ર કઇ કહેવા તૈયાર નથી પરંતુ રોડ પર ટોલ પ્લાઝાના સાઈન બોર્ડ સૂચવે છે કે, આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.