રાજ કુન્દ્રા બાદ પોર્ન ફિલ્મ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ થઈ રહી છે તપાસ, સીઝ થયા 7.5 કરોડ રૂપિયા

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-મુંબઈ, મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ

બોલીવુડની સુપર સેક્સી ગર્લ શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ  ગઈકાલે  ધરપકડ કરાયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.  તો બીજીબાજુ મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા ને પોર્ન ફિલ્મના  કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

હવે પોર્ન ફિલ્મ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ તપાસ મુંબઈ પોલીસે હાથ ધરી છે.  શિલ્પા ને પણ તપાસ માટે સમન્સ પાઠવવા ની તૈયારી પોલીસે પૂરી કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.  મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મિલિંદ ભરાંબેએ જણાવ્યું કે શિલ્પા શેટ્ટીની ભૂમિકા હજુ સુધી તપાસમાં સામે આવી નથી, પણ હજુ વધારે તપાસ કરાઈ રહી છે.

www.mrreporter.in

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ કુન્દ્રાની 2 કંપની લંડનમાં છે.  સમગ્ર  ઓપરેશન રાજ કુન્દ્રાની મુંબઈ સ્થિત ઓફિસથી ચાલતું હતું.  રાજ કુન્દ્રાના IT હેડ રાયન થોર્પની ધરપકડ કરવામાં આવી છે. મિલિંદ ભરાંબેએ વધુમાં જણાવ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ નવી નવી મોડેલ અને યુવતીઓને વેબ સિરિઝ અને ફિલ્મમાં કામ અપાવવાના નામે બોલાવતા હતા. તે પછી શૂટિંગ દરમિયાન અશ્લીલ વિડીયો બનાવતા હતા. જેમાં અત્યાર સુધીમાં 11  લોકોની ધરપકડ કરવામાં આવી છે. રેડ દરમિયાન ઘણો ઈલેક્ટ્રિક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

www.mrreporter.in

મિલિંદ ભરાંબેએ જણાવ્યું કે, પોર્ન ફિલ્મ કેસમાં ફેબ્રુઆરી 2021માં કેસ દાખલ કરાયો હતો. આરોપ હતો કે તેમાં યુવતીઓને લઈને અશ્લીલ વિડીયો બનાવવામાં આવી રહ્યા હતા. જેમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠ સહિત ઘણાં આરોપી છે. આ વિડીયો બનાવીને એપ પર અપલોડ કરતા હતા.રાજ કુન્દ્રાના એક સંબંધી લંડનમાં એક કંપની ચલાવે છે. જેની દેખરેખ રાજ કુન્દ્રા કરે છે. હૉટશૉટ એપ પર પણ આ કંપનીની માહિતી છે. એપલ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોરે વર્ષ 2020માં આ એપને ત્યાંથી હટાવી દીધી હતી. જ્યારે કોર્ટના આદેશ પછી તમામ જગ્યાએ રેડ પાડવામાં આવી તો તેમાં ઘણી જાણકારી અને પુરાવા મળ્યા છે. અત્યાર સુધીમાં ઘણાં બેંક અકાઉન્ટ અને અન્ય માધ્યમથી 7.5 કરોડ સીઝ કરવામાં આવ્યા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.