સુશાંતસિંહનું ઘર છોડ્યા પછી, રિયા ચક્રવર્તીએ મહેશ ભટ્ટનો માર્ગદર્શન આપવા આભાર માન્યો, Whatsapp chat વાયરલ

www.mrreporter.in

મહેશ ભટ્ટની સલાહ પર જ તેણે સ્વર્ગસ્થ એક્ટર સાથે રિલેશનશીપનો અંત આણ્યો 

બૉલીવુડ- મી.રીપોટર, 21મી ઓગસ્ટ . 

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતની તપાસ હવે CBIને સોંપી દેવાઈ છે. CBIની ટીમ તપાસ માટે મુંબઈ આવી ને તપાસ શરુ કરી દીધી છે. CBI ની તપાસ પહેલા જ  રિયા ચક્રવર્તીએ મહેશ ભટ્ટની સલાહ પર સુશાંત સાથેનો સંબંધ તોડ્યો હતો. હવે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તી વચ્ચેની ચેટ વાયરલ થઈ છે. આ ચેટ 8 જૂને રિયાએ સુશાંતનું ઘર છોડ્યું તે વખતની છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચેની થયેલા  whatsapp ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આ ચેટ પરથી એવું સ્પષ્ટ પણે  દેખાઈ રહ્યું છે કે,  સુશાંતસિંહ ને છોડીને જઈ રહી હોવાની વાત રિયાએ મહેશ ભટ્ટને કરી હતી. આ ચેટ પરથી એવા પણ સંકેત મળી રહ્યા છે કે રિયાના પિતા સુશાંત સાથેની તેની રિલેશનશીપથી ખુશ નહોતા અને મહેશ ભટ્ટે સુશાંત વિરુદ્ધ રિયાને સલાહ આપી હતી.

રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચેની થયેલા  whatsapp ચેટના સ્ક્રીનશોટ શું કહે છે ?
www.mrreporter.in

રિયા ચક્રવર્તી: “આયશા આગળ વધી ગઈ છે સર…ભારે હૈયે અને એક રાહત સાથે.” (2018માં આવેલી ફિલ્મ ‘જલેબી’માં રિયાના પાત્રનું નામ આયશા હતું. આ ફિલ્મ મહેશ ભટ્ટે કો-પ્રોડ્યુસ કરી હતી.)

બીજા મેસેજમાં રિયાએ લખ્યું, “આપણો છેલ્લો સંવાદ આંખ ઉઘાડનારો હતો. તમે મારા એન્જલ છો. તમે ત્યારે પણ હતા અને અત્યારે પણ છો.”

મહેશ ભટ્ટ: “હવે પાછું વળીને ના જોઈશ. તારા પિતાને મારો પ્રેમ આપજે. હવે તારા પિતા ખુશ હશે.”
રિયા ચક્રવર્તી: “થોડી હિંમત ભેગી કરી છે. પેલા દિવસે ફોન પર મને મારા પિતા વિશે જે કહ્યું હતું તે વાતે મને તેમના માટે મજબૂત બનવા પ્રેરી છે. તેમણે તમારો આભાર માન્યો છે અને પ્રેમ મોકલ્યો છે.”
મહેશ ભટ્ટ: “તું મારું બાળક છે. હું હળવાશ અનુભવું છું.”
રિયા ચક્રવર્તી: “આહ, મારી પાસે શબ્દો નથી સર. હું સૌથી સારી લાગણીઓ અનુભવું છું તે તમારા માટે છે.”
મહેશ ભટ્ટ:”બહાદુર બનવા માટે આભાર.”

રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચેની થયેલા  whatsapp ચેટના સ્ક્રીનશોટના  સંવાદ પછી રિયાએ બે અલગ-અલગ મેસેજમાં લખ્યું, “તમને મળી શકી એ માટે નસીબદાર છું. તમે સાચા છો. આપણા રસ્તા આ દિવસ માટે જ મળ્યા હતા. કોઈ ફિલ્મ માટે નહીં. તમે કહેલા દરેક શબ્દના પડઘા મારા મગજમાં પડી રહ્યા છે. તમારા નિઃસ્વાર્થ પ્રેમની ઊંડી અસર અનુભવી શકું છું.”

રિયાએ સંવાદ દરમિયાન વિવિધ જગ્યાએ મેઘધનુષ અને નૃત્ય કરતી યુવતીના ઈમોજી ખુશી દર્શાવવા માટે વાપર્યા હતા. મહેશ ભટ્ટ અને રિયા વચ્ચેનો આ સંવાદ આગળ વધે છે, જેમાં રિયાએ લખ્યું, “આઈ લવ યુ, મારા બેસ્ટ મેન. હું તમને ગર્વ થાય એવું કામ કરીશ.” મહેશ ભટ્ટે હાથ જોડેલા ઈમોજી સાથે લખ્યું, “તેં કર્યું છે. ખરેખર. તેં જે કર્યું તે કરવા માટે હિંમત જોઈએ. હવે પાછું વળીને ના જોઈશ.”

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply