મૃત્યુના 4 કલાક બાદ જીવીત થઈ લાશ, પુત્રોએ કરાવી લીધું હતું મુંડન

Spread the love

મિ.રિપોર્ટર, ૬ઠ્ઠી નવેમ્બર

રાજસ્થાનમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની કથિત મૃત્યુ બાદ પરિવરાજનો અંતિમ સંસ્કારની તમામ તૈયારી કરી લીધી હતી. લોકોએ માની લીધું હતું કે આ વ્યક્તિ હવે દુનિયામાં નથી. પરંતુ 4 કલાક પછી બધુ બદલાઈ ગયું.

આ ઘટના રાજસ્થાનના ઝુંઝનૂના ખેતડી વિસ્તારની છે. સ્થાનીક લોકો વચ્ચે આ ઘટનાની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે કે બબાઈ ગામ નજીક આવેલા ઢાણી ભગતાવાલામાં એક 95 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયાના ચાર કલાક બાદ ફરી જીવીત થયા.

બાલૂરામ અને રણજીતે જણાવ્યું છે કે બપોરે અંદાજીત 1.30 વાગ્યે તેમના પિતાજી બુદ્ધરામ ગુર્જરનું મૃત્યુ થઈ ગયું હતું. તમામ સગા સંબંધીઓને માહિતી આપવામાં આવી. અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. મુખાગ્નિ આપવા માટે પુત્રોએ મુંડન પણ કરાવી લીધું હતું.

રિવાજ મુજબ જ્યારે વૃદ્ધનો મૃતદેહને ન્હાવા માટે લઈ જવામાં આવ્યો, ત્યારે કેટલાક લોકોએ લાગ્યું કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. થોડા સમય બાદ વૃદ્ધ સ્વસ્થ્ય થયા અને બોલવા લાગ્યા. પરિવારજોમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું.