ચાર કિલોમીટરનો રોડ શો કર્યા અમિત શાહ કલેકટર ઓફીસ પહોચ્યાં : CM વિજય રૂપાણી, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે, મંત્રી રાજનાથ સિંહ, અરુણ જેટલી ફોર્મ ભરતી વેળાએ હાજર
ગાંધીનગર-મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ
લોકસભાની ગાંધીનગર બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે શાહી અંદાજમાં મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે અમિત શાહે રથ પર સવાર થઈ પોતાના રોડ શો કરીને કલેક્ટર કચેરીએ જઈને બપોરે બે વાગ્યે પોતાનું ઉમેદવારી પત્રક ભરીને ચૂંટણી અધિકારીને સોંપ્યું હતું. જોકે ફોર્મ ભરતા પહેલા અમદાવાદમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં એનડીએના સાથી પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે શાહને જીત માટે શુભેચ્છા આપી હતી.
શાહી અંદાજમાં ભાજપના નેતા અને કાર્યકતાઓ સાથે અમિત શાહ કલેક્ટર ઓફિસ પહોચ્યા હતા. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્રવધૂ પણ કલેક્ટર ઓફિસ ગયા હતા. જોકે ફોર્મ ભરતી વખતે કલેક્ટર ઓફિસમાં CM વિજય રૂપાણી, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે, મંત્રી રાજનાથ સિંહ, અરુણ જેટલી ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહની રેલીમાં ભાજપ ઉપરાંત એનડીએના નેતાઓ પણ જોડાયા છે. પ્રકાશ સિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે, રામ વિલાસ પાસવાન જેવા એનડીએના નેતાઓ અમિત શાહ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા.