વડોદરા, મિ.રિપોર્ટર, ૨૪મી જાન્યુઆરી. 

શહેર નજીક ભાયલી ખાતે આવેલી સીઝન પ્રાઇમ સોસાયટી સ્થિત એપાર્ટમેન્ટમાં છૂટાછેડા લીધા બાદ પતિએ પત્નીનું ઘરની દીવાલમાં માથું પછાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કર્યાં બાદ પતિએ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. બીજીબાજુ સીઝન પ્રાઇમ સોસાયટીમાં બનેલી ઘટનાની જાણ તાલુકા પોલીસને થતાં પી.એસ.આઇ. સ્ટાફ સાથે દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. 

સીઝન પ્રાઇમ સોસાયટીના 6 માળના એપાર્ટમેન્ટના ચોથા માળે મનિષભાઇ પટેલ(47) પત્ની રચનાબહેન પટેલ(44) અને દીકરી નિધી સાથે રહેતો હતો. જોકે 15 જાન્યુઆરીએ બંનેએ છૂટ્ટાછેડા લીધા હતા. ત્યારબાદ બંને પતિ-પત્ની અલગ રહેવા લાગ્યા હતા. તેઓના 10 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. પતિએ પત્નીની હત્યા કેમ કરી અને પતિએ પણ કેમ આપઘાત કરી લીધો તે રહસ્ય અકબંધ છે. 

 

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રચનાબહેન આજે ઉદયપુર જવાના હતા. ઉદયપુર જવા માટે સામાન પણ પેક કર્યો હતો. આ સમયે મનિષ ત્યાં આવી ચડ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો  અને મોતનો ખેલ ખેલાયો હતો. જોકે આડા સંબધના વહેમમાં સીઝન પ્રાઇમ સોસાયટીમાં 10 વર્ષના દામ્પત્ય જીવનનો અંત આવ્યો હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: