અદાણી ગ્રુપનું ડિજિટલ ઇનફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પદાર્પણ
અમદાવાદ, મિ. રિપોર્ટર, 10 મી જાન્યુઆરી.
ગુજરાત સરકાર એકબાજુ વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી કરી રહી છે ત્યાં 8 દિવસ પહેલાં જ રાજ્યના સૌથી મોટા બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપે આંધ્રપ્રદેશમાં રૂ. 70,000 કરોડના રોકાણનો નિર્ણય કર્યો છે.
આંધ્રપ્રદેશ સરકાર અને ગુજરાતનાં અદાણી ગ્રુપ વચ્ચે આજે વિશ્વનું પહેલું રિન્યૂએબલ એનેર્જીથી ચાલનારું ડેટા સેંટર બનાવવા માટેના કરાર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ આગામી 20 વર્ષમાં અદાણી ગ્રુપ તેની અદાણી એન્ટરપ્રાઇઝ મારફત આગામી 20 વર્ષમાં રૂ. 70,000 કરોડનું રોકાણ કરશે અને રિન્યૂએબલ એનર્જીથી સંચાલિત 5 ગીગાવૉટની ક્ષમતાનું ડેટા સેંટર બનાવશે. આ પ્રોજેક્ટના કારણે આંધ્રપ્રદેશમાં 1 લાખથી વધુની રોજગારી ઊભી થશે. આ કરાર થવાની સાથે જ અદાણી ગ્રુપનું ડિજિટલ ઇનફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પદાર્પણ થશે.
આંધ્રપ્રદેશ સરકાર ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂથ અદાણી ગ્રૂપ સાથે રાજ્યમાં હાઇપર-સ્કેલ ડેટા સેન્ટર માર્કેટનો વિકાસ કરશે, જે રાજ્યને ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના પૂર્વ કિનારે ડેટા સેન્ટર હબ તરીકે ઓળખ આપશે.