૨૫મી એ પારુલ યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં એક્ટર સોનું સુદ અને ક્રિકેટર મિતાલી રાજ મુખ્ય અતિથી તરીકે હાજર રહશે

www.mrreporter.in

એજયુકેશન-વડોદર, મી.રિપોર્ટર, ૨૨મી નવેમ્બર. 

પારુલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ ૨૫મી નવેમ્બરના યોજાનાર છે. જેમાં  વર્ષ 2022માં સ્નાતક તેમજ  અનુસ્નાતક  સહિતના અભ્યાસ ક્રમ સફળતાથી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.  સમારોહમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સફળતા અને સમાજ સેવાનું ઉત્કુષ્ટ ઉદાહરણ પૂરું પાડવા માટે બે મહેમાનોને આમન્ત્રિત કરવામાં આવ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

જેમાં ક્રિકેટર મિતાલી રાજ અને એક્ટર તેમજ કોરોના કાળમાં હજારો લોકોની મદદ કરનાર સોનુ સૂદનો સમાવેશ થાય છે. મિતાલી રાજનો પરિચય આપવાની આમતો કોઈ જરૂર નથી, પરંતુ મિતાલી રાજ જેણે ભારતની સૌથી મહાન મહિલા બેટર તરીકે નામના મેળવી છે. એટલું જ નહીં બે દાયકા સુધી ફેલાયેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સફળતાપૂર્વક શ્રેષ્ટ દેખાવ પણ કર્યો છે. તો તેમની સાથે માનવતા માટે સાચા હૃદય સાથેનો માણસ, યુનાઇટેડ નેશન્સ ડીપી SDG સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ મેળવનાર, જે સાચા પ્રેરણાદાયી હીરો છે સોનુ સૂદ પણ સમારોહમાં હાજરી આપશે.

છઠ્ઠો દીક્ષાંત સમારોહ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોના વિવિધ પ્રવાહોના એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લીકેશન, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ફાઇન આર્ટસ, લાઇબ્રેરી સાયન્સ, હેલ્થ એડમિનિસ્ટ્રેશન, જાહેર આરોગ્ય, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, આર્કિટેક્ચર, કૃષિ, સામાજિક કાર્ય, ડિઝાઇન, કાયદો, વ્યવસ્થાપન સહિતના અભ્યાસના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. એટલું જ નહીં સમારોહમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના કાર્યના વિવિધ ક્ષેત્રો અને સ્ટાર્ટ-અપ્સમાં તેમના યોગદાન અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવશે. આ સમારંભ 9500 થી વધુ વિદ્યાર્થીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે હાજરી આપશે. આ ઉપરાંત લાયક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં શ્રેષ્ઠતાના ચિહ્ન તરીકે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

સમારોહ બાબતે મિતાલી રાજે  ખાસ જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થી તરીકે હું સમજું છું કે, સપના માટે સખત મહેનત કરવી સહેલી નથી, હું માનું છું કે તમામ વિદ્યાર્થીઓએ તેમની સફરમાં લાંબી મજલ કાપી છે. હું આ ખાસ દિવસે તેમની સાથે જોડાવા અને ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સુક છું.  હું PU વાઇબ્રન્ટ કેમ્પસમાં આવવા માટે રાહ નથી જોઈ શકતી. તો બીજી તરફ સોનુ સુદે જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહના દિવસોમાં સ્મિત અને આનંદની સાક્ષી ક્યારેય જૂની થતી નથી. હું પારુલ યુનિવર્સિટીના સમારોહનો ભાગ બનવા અને તમામ સ્નાતકો સાથે સુંદર ક્ષણો વિતાવવા માટે ઉત્સુક છું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply