‘એવેન્જર્સ’ માં ‘થોર’ ની લોકપ્રિય ભૂમિકા ભજવનાર અભિનેતા અમદાવાદના દરિયાપુરમાં કરી રહ્યો છે ફિલ્મનું શૂટિંગ..જુઓ

મિ.રિપોર્ટર, ૧૪મી નવેમ્બર, અમદાવાદ.

હોલીવુડ સ્ટાર અભિનેતા અને ફિલ્મ  એવેન્જર્સ નો હીરો  ક્રિસ હેમ્સવર્થ તેની ફિલ્મ માટે શૂટ કરવા માટે ભારતમાં આવી ગયો છે. માર્વેલ સિરીઝ ‘એવેન્જર્સ’ માં ‘થોર’ ની લોકપ્રિય ભૂમિકા ભજવનાર અને દર્શકોમાં અતિલોકપ્રિય અભિનેતા, તેમની આગામી નેટફિક્સ મૂવી ‘ઢાકા’ના શૂટિંગ માટે હાલ અમદાવાદની દરિયાપુરની પોળ સહિતની ગલીઓમાં ફરી રહ્યો છે. 

‘ઢાકા’ એક એવી એક્શન ફિલ્મ છે જેમાં હેમ્સવર્થ અપહરણ કરેલા ભારતીય છોકરાને મુક્ત કરાવે છે. હાલ તો અમદાવાદમાં ક્રિસ હેમ્સવર્થના એક્શન પેક શૂટિંગ દરમિયાન તેણે જોવા માટે તેના ચાહકોની ભારે ભીડ જામી રહી છે. …જુઓ..વિડીયો…