વડોદરામાં મોબાઈલ શોપમાંથી ડુપ્લિકેટ 57 મોબાઈલ સાથે એસેસરીઝ ઝડપાઈ : દુકાનના માલિકની ધરપકડ…જુઓ….વિડીયો..

Spread the love

શોપમાંથી 15.88 લાખનો મુદ્દામાલ કબ્જે :  માલિક સામે કોપીરાઇટ અને છેતરપિંડીની ફરિયાદ

વડોદરા- મિ. રિપોર્ટર,  ૬ ઠ્ઠી

શહેરના ગોત્રી-સેવાસી રોડ ઉપર આવેલા એક મોબાઇલ શોપમાં પોલીસે દરોડો પાડી આઇફોન કંપનીના ડુપ્લીકેટ 57 મોબાઇલ ફોન અને એસેસરીઝ કબજે કર્યા છે. પોલીસે શોપમાંથી રૂપિયા 15.88 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એ.બી. મિશ્રાએ સ્ટાફ અને ગ્રીફીંગ ઇન્ટેક્ટયુઅલ પ્રા.લિ. કંપનીના ઇન્વિસ્ટીગેશન ઓફિસરને સાથે રાખી ગોત્રી-સેવાસી રોડ ઉપર દર્શનમ અરાઇઝ ખાતે આવેલ દુકાન નંબર-એફ.એફ.-23માં દરોડો પાડ્યો હતો. આ દુકાનમાંથી પોલીસે આઇફોન કંપનીના ડુપ્લીકેટ 57 નંગ મોબાઇલ ફોન તેમજ એસેસરીઝ મળી કુલ્લે રૂપિયા 15,88,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે શોરૂમના માલિક ભાવિન મહેન્દ્રભાઇ સોની (રહે. એ-26, એલીગન્સ એપલ, ગોત્રી રોડ)ની ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે છેતરપિંડી અને કોપીરાઇટ ભંગની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.