MSUમાં ૨૯મી માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ : ૧૮મી માર્ચ બાદની પરીક્ષા મૌકૂફ, પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે…

Spread the love
વડોદરા- એજ્યુકેશન, ૧૫મી માર્ચ. 

દેશમાં કોરોના વાઈરસ ના વધી રહેલા કેસ તેમજ ગુજરાતમાં પણ તેની અસર દેખાવવાની શરૂઆત થતા જ રાજ્ય સરકારે તમામ શાળા-કોલેજો ૨૯મી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યા બાદ વડોદરાની પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સીટીમાં પણ ૨૯મી માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલુ જ નહિ પણ ૧૮મી બાદ ની તમામ પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી છે. જોકે ૧૬મી થી ૧૮મી સુધીમાં લેવાનાર પરીક્ષા રાબેતા કાર્યક્રમ મુજબ લેવાશે. 

રાજ્ય સરકારના આદેશ બાદ એમ.એસ.યુનિવર્સીટીમાં પણ ૨૯મી માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ૧૬મી થી ૧૮મી સુધીમાં લેવાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અલગ-અલગ બેસાડવાનો પણ નિર્ણય લેવાયો છે. ખાસ કરી ને ૧૮મી કે તેના બાદ શરુ થતી તમામ પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની તારીખો પરિસ્થિતિ જોયા બાદ જાહેર કરાશે. 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)