MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં VVSના બિનહરીફ ફેકલ્ટી જીએસને ABVPના કાર્યકરોએ માર માર્યો…જુઓ..વિડીયો.

Spread the love

ઉમેદવારોને મતદાન મથકે જતા રોકવામાં આવ્યા: વીવીએસનો બિનહરીફ ઉમેદવાર પ્રચાર માટે ગયો હતો : પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળો પાડ્યો

એજ્યુકેશન,વડોદરા-મી.રીપોર્ટર,૧૪મી ઓગસ્ટ.

 એમ.એસ. યુનિવર્સિટીની ચૂંટણીમાં આજે વિવિધ ફેકલ્ટીઓ ઉપર ઘર્ષણ અને મારામારીના બન્યા હતા. જેમાં ટેક્નોલોજી ફેકલ્ટી ખાતે વીવીએસના બિનહરીફ ફેકલ્ટી જીએસ તરીકે ચૂંટાયેલા કશ્યપ પીપલીયા પ્રચાર કરવા માટે બુથમાં જતા એબીવીપીના વિદ્યાર્થીઓએ બહાર લાવી માર માર્યો હતો. જેને પગલે હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો.

તો બીજીબાજુ  એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ સહિતની વિવિધ ફેકલ્ટીઓમાં ઉમેદવારોને મતદાન મથક પર જવા ન દેતા ઉમેદવારોએ હોબાળો મચી ગયો હતો. જેથી ઉમેદવારોએ પોલીસ અધિકારીઓ અને વીસીને રજૂઆત કરી હતી. અને ઉમેદવારોને મતદાન સ્થળે પ્રવેશ આપવાની માંગ કરી હતી. એમ.એસ.યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ચૂંટણીને પગલે વડોદરાના સાંસદ રંજનબેન સહિતના ભાજપના અગ્રણીઓ કેમ્પસમાં ઉતરી આવ્યા હતા.