વડોદરા,મી.રીપોર્ટર, 23મી નવેમ્બર.
સ્વાદિષ્ટના શોખિન વડોદરા શહેરમાં ગુજરાતમાં પ્રથમ એબ્સોબેક્યુ બારબેક્યુની ઇલોરા પાર્કમાં શરૂઆત થઇ છે. આજે.રેસ્ટોરાંના પ્રારંભ પ્રસંગે જાણીતા ગાયક વત્સલા પાટીલ અને એબસોલ્યુટ બારબેકયું એબી.એસ.ના હેડ ઉપસ્થિત રહયા હતા.
2013 માં ડેબ્યૂ કરનારી એબી.એસ. ભારતના 12 શહેરોમાં બારબેકયુ સ્પેસમાં પહેલેથી જ જાણીતી બ્રાન્ડ છે.કંપની દ્વારા દુબઈમાં પણ બે રેસ્ટોરન્ટ કાર્યરત છે.આજે,રેસ્ટોરેન્ટના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે એબસોલ્યુટ બારબેકયુના મધ્ય ભારત ગુજરાતના હેડ “ૠષિ ખંડુંરી” એ જણાવ્યું હતું કે, દેશ-વિદેશ સાથે આ 35મી રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં વડોદરાના સ્વાદના શોખિનોને પસંદ પડે તેવી વેજ અને નોનવેજ વાનગીઓ પીરસવામાં આવશે.
નાના બાળકોને ધ્યાનમાં લઇ પીઝા, ચાઇનીસ સહિતની ચિજવસ્તુઓના સ્વાદનો પણ આનંદ મળશે. ખાસ વાત એ છે કે, વડોદરામાં રેસ્ટોરન્ટો સાથેની હરીફાઇમાં અમારી રેસ્ટોરન્ટના ભાવો પણ વ્યાજબી છે. મોનાલીસા સેંટ્રમના ત્રીજા માળે શરૂ થયેલા આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન આજે વડોદરાના જાણીતા ગાયક વત્સલા પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં 178 લોકો એક સાથે સ્વાદનો આનંદ લઇ શકે તવી વ્યવસ્થા છે.
- આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
- જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.