માંજલપુરના મહારાષ્ટ્ર મંડળ દ્વારા આયોજિત વેક્સીનેશન કેમ્પમાં ૨૦૦ જેટલા નાગરિકોને રસી અપાઈ

www.mrreporter.in
Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ. 

રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર ને લઈને ચર્ચાની સાથે તેને પડકારવા માટે રસીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ કોરોના ની સામે રસીકરણ ને કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડોદરાના માંજલપુરમાં આવેલા મહારાષ્ટ્ર મંડળ,  દ્વારા રસીકરણ કાર્યક્રમ  અંર્તગત કોરોના વિરોધી કોવીશિલ્ડ રસીકરણનો નિઃશુલ્ક કાર્યક્રમ માંજલપુરના મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 

www.mrreporter.in

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

માંજલપુરના  મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે મહારાષ્ટ્ર મંડળ માન્જલપુર દ્વારા આયોજિત વેક્સીનેશન કેમ્પમાં ૨૦૦ જેટલા નાગરિકોને રસી આપવામાં આવી હતી.  સમયસર, સુન્દર તેમજ સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી આયોજિત કરવામાં આવેલ રસીકરણ કાર્યક્રમને લોકોએ આવકાર્યો હતો.

www.mrreporter.in

મંડળના પ્રમુખ શરદ કરોડે એ વડોદરા મહાનગર સેવાસદનના તેમજ નાગરિકોના સહકાર માટે આભાર માનીને ફરી એકવાર રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.