AAP ના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, 5 થી 7 વાહનોમાં તોડફોડ, બે જણા ઈજાગ્રસ્ત

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-જૂનાગઢ, ૩૦મી જુન

ગુજરાતમાં ૨૦૨૨ ની ચુંટણી ને હજુ 6 મહિના ની વાર છે. પરંતુ કોરોના ના સંકટ વચ્ચે જ ગુજરાતમાં ખાસ કરી ને Aap અને bjp વચ્ચે જ શાબ્દિક યુદ્ધ શરુ થઇ ગયું છે. આ શાબ્દિક યુદ્ધ વચ્ચે જ આજે પ્રચારમાં નીકળેલા જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા Aap ના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત  થયા છે. આ ઘટના ને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે વખોડી કાઢી ને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે Aap ના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

Aap ના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની કાર પર થયેલા હુમલા બાદ AAPના સહસંયોજક  અને દિલ્હીના CM  અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે,  ઈશુદાન અને મહેશભાઈ જેવા લોકો પર હુમલો થાય છે તો ગુજરાતમાં કોઈ જ સુરક્ષિત નથી. સાથે જ તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ હિંસા તમારો ગભરાટ છે, તમારી હાર છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર મેસેજ કરતા લખ્યું કે લોકોને સારી સગવડ દઈને તેનું દિલ જીતો, વિપક્ષ પર હુમલો કરીને તેમને ડરાવો નહીં. આ લોકો ડરવાના નથી. ​​​​​​​

હુમલામાં માંડ માંડ બચેલા AAP ના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, મારી ગાડીમાં હું, પ્રવીણ રામ અને મહેશ સવાણી હતા. ત્યારે પાછળથી ગાડી પર હુમલો કરાયો, અમે સીટ નીચે છુપાઈ જતા બચી ગયા છીએ. એક વાત ચોક્કસ છે કે, ગુજરાત બીજું બિહાર બની ગયું છે. ગુજરાતની સ્થિતિ બહુ કથળી ગઈ છે. ભાજપપ્રેરિત ગુંડાઓ આ સ્થિતિએ જશે એ અમને ખબર ન હતી.પરંતુ, હવે ગુજરાતની જનતા આ લોકોને જવાબ આપશે. ગુજરાતમાં બિહાર જેવી બહુ ગંભીર સ્થિતિ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.