સુરતમાં આમ આદમી પાર્ટીનું રાજ્યના આરોગ્ય મંત્રી ના ઘર બહાર પ્રદર્શન, હોસ્પિટલો ને ઇન્જેક્શન આપો નહી તો રાજીનામુ આપો

www.mrreporter.in
Spread the love

રાજકારણ- સુરત,  મી.રિપોર્ટર, ૧૦મી એપ્રિલ, મહેન્દ્ર રાઠોડ. 

રાજ્યમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત છે. રેમડેસિવિર ઈન્જેક્શન ન મળવાને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દી ની હાલત કફોડી બની ગઈ છે. જેમાં કેટલાંક તો રેમડેસિવિર ઈન્જેક્શન ન મળવાને લીધે મોત ને પામ્યા છે. તો બીજીબાજુ રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ ઉભી થતા અને અછત ની વાતો બહાર આવતા જ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રેમડેસિવિર ઈન્જેક્શન મંગાવ્યા હતા અને વિતરણ શરુ કર્યું હતું.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

જેમાં સુરત ભાજપે રેમડેસિવિર ના ૫૦૦૦ હજાર  ઈન્જેક્શન મંગાવીને મફતમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપવાની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત વચ્ચે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના ઘરે જઈને વિરોધ પ્રદર્શન કર્યું  હતું.

This slideshow requires JavaScript.

આમ આદમી પાર્ટી એ પોતાના વિરોધ પ્રદર્શનમાં આક્ષેપ કર્યો હતો કે, કોરોના મહામારીમાં કોરોના ના દર્દીઓ ના પરિવારો ઇન્જેક્શન માટે દોડાદોડી કરી રહ્યા છે,  છતાં ઇન્જેક્શન નથી મળતા અને હોસ્પિટલો માં પણ ઇન્જેક્શન નો જથ્થો નથી એવા સમયે સવાલ ઉભો થાય છે કે ક્યાંય ઇન્જેક્શન નથી ત્યારે ભાજપ કાર્યાલય અને કિરણ હોસ્પિટલ પાસેજ ઇન્જેક્શન કેમ ? ખરે ખર તો સરકારી અને ખાનગી હોસ્પિટલ માં ઇન્જેક્શન પુરા પાડવા જોઈએ તેવી અમારી માંગ છે.