એપિસોડ -32

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -31: તમે પાછલાં અંકમાં વાચ્યું..વિશ્વાસ અને બીજી કોઈ છોકરી ને હોટેલ ના રૂમ માં જોઈ ને ડઘાઈ ગયેલી આકાંક્ષા રડતી રડતી હોટેલ ના પાર્કિંગ સુધી પહોચે છે ત્યાં એને હર્ષ મળે છે એ વિશ્વાસ ની બધી વાત હર્ષ ને કરે છે. હર્ષ રડતી આકાંક્ષા ને શાંત રહેવાનું કહી ને ઘરે જવાની વાત કરે છે. ઘરે પહોચ્યા બાદ આકાંક્ષા કોઈ જોડે વાત નથી કરતી અને પોતાના રૂમ માં જઈ ને રૂમ ને અંદર થી બંધ કરી દે છે.ત્યાં અચાનક આકાંક્ષા ના રૂમ માંથી કઈક પાડવાનો અવાજ આવે છે. હર્ષ અને આકાંક્ષાના પાપા દરવાજો ખખડાવે છે પરંતુ આકાંક્ષા દરવાજો ખોલતી નથી જેથી હર્ષ દરવાજો તોડી નાખે છે)

હર્ષ અને આકાંક્ષા ના પાપા દરવાજો તોડી ને આકાંક્ષાના રૂમમાં જાય છે.આખા રૂમ માં અંધારું હતું,એક કાળાશ સિવાય બીજું કઈજ દેખાતું નહોતું.

“અક્કુ…..” હર્ષ આકાંક્ષા ને બૂમ પાડે છે. આકાંક્ષા ના પાપા હર્ષ ની પાછળ જ હતા રૂમ ની અંદર આવતા જ આકાંક્ષા ના પાપા ના પગ માં કઈક અથડાય છે ત્યાં જ એ આકાંક્ષાના રૂમ ની લાઈટ ચાલુ કરે છે.તો અંદર નું વાતાવરણ જોતા આકાંક્ષા ના પાપા ના પગ નીચે થી જમીન ખસી જાય છે.

જેમ જેમ આકાંક્ષાના પાપા ના પગલા ભરે છે તેમ તેમ એમના રુંવાટા ઉભા થઇ જાય છે. રૂમ માં બધું જ આમ તેમ પડેલું હતું. આકાંક્ષા ના રૂમ નું T.V અને લેપટોપ પણ તૂટેલા પડ્યા હતા…… રૂમ માં એક કાગળ નો ઢગલો સળગતો હતો. અને………અને રૂમ ના ફર્શ પર લોહી થી કઈક લખેલું હતું. અને ત્યાંજ……..
“અક્કુ………..” આકાંક્ષા ના પાપા આકાંક્ષા ના નામ ની બૂમ પાડી ને જમીન પર બેસી જાય છે.

હર્ષ તરત એમની નજીક આવી ને એમને સાચવે છે અને હર્ષ લખેલું હતું એ વાંચે છે .

“ I AM SORRY DAD……..I HATE MYSELF….”

ફર્શ પર લખેલું વાચી ને હવે હર્ષ ને ચિંતા થવા લાગી કેમ કે આટલા ભયાનક દ્રશ્ય વચ્ચે આકાંક્ષા ક્યાય નહોતી દેખાતી…..આકાંક્ષા ના પાપા હજી રડતા હતા …….આકાંક્ષા ના નામ ની ચીસ સાંભળી ને આકાંક્ષા ની મમ્મી પણ આકાંક્ષા ના રૂમ માં આવી ગઈ. અને એ પણ બધું જોઈ ને બેભાન થઇ ને ઢળી પડ્યા.

“ કાકા ….. હીંમત રાખો કઈ નથી થયું …….” હર્ષે આકાંક્ષા ના પાપા ને હીંમત આપવાનો પ્રયત્ન કર્યો.પણ આ બધું જોઈ ને એ પણ ધ્રુજતો હતો.

“ તું અક્કુ ને જો એ….એ દેખાતી નથી …..છે ક્યાં એ ?” આકાંક્ષા ના પાપા એ ડરેલા અવાજે હર્ષે ને કહ્યું…..

બાથરૂમ નો દરવાજો ખુલ્લો હતો એટલે એ ઉભો થઇ ને બાથરૂમ માં જોવે છે પણ આકાંક્ષા ત્યાં પણ નહોતી.

ત્યાં જ એની નઝર લખાણ તરફ થી બીજી તરફ જઈ રહેલા લોહી ના ટીપા પર પડે છે.અને ત્યાં જ એને વાળ પર પણ દેખાય છે જાણે કોઈ એ હમણા જ વાળ કાપી ને નાખ્યા હોય અને ….હર્ષ એ લોહી ના ટીપા ને ફોલો કરતો આગળ વધે છે અને એના પગ રૂમ માં બેડ ની બાજુવાળા ખૂણા માં થંભી જાય છે……..અને એ બુમ પાડે છે …….

“ કા……કાકક્કકા ……કાકા અક્કુ અ…..અહી છે જલ્દી આવો” હર્ષ ડરેલા અવાજે આકાંક્ષા ના પાપા ને બૂમ પાડે છે .

આકાંક્ષા ના પાપા દોડી ને હર્ષ પાસે આવે છે અને………અને જોવે છે કે……..કે……એ ખૂણા માં આકાંક્ષા જમીન પર ઢળી પડી હતી એના ડાબા હાથ ની નસ કપાયેલી હતી…..અને એમાંથી લોહી નીકળતું હતું…….અને આકાંક્ષા ના માથે મુંડન થયેલું હતું ……….જે વાળ હર્ષ ના પગમાં આવ્યા હતા એ આકાંક્ષા ના હતા.

જે હવે હર્ષ ને સમજાયું.અને બીજી બાજુ હર્ષ ની નજર બેડ ની બરોબર ઉપર લાગેલા પંખા પર પડી ત્યાં આકાંક્ષા એ એના દુપટ્ટા થી ફાંસી નો ફંદો બનાવ્યો હતો………
આકાંક્ષા ના પાપા તો આ બધું જોઈ ને આકાંક્ષા નું માથું ખોડા માં લઇ ને રડવા લાગે છે અને હર્ષ એમ્બ્યુલન્સ ને ફોન કરે છે.

2 thoughts on “આકાંક્ષા જમીન પર ઢળી પડી હતી એના ડાબા હાથ ની નસ કપાયેલી હતી….પછી શું થયું ? વાંચો”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: